Gujarat

સુરત જિલ્લામાં વર્તમાન નાણાકિય વર્ષમાં 13.60 કરોડના વિકાસના કામો કરાશે

આજે સુરત જિલ્લાના પ્રભારી મંત્રી અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલે ગાંધીનગર ખાતેથી વિડીયોકોન્ફરન્સના માધ્યમ દ્વારા સુરત જિલ્લા આયોજન મંડળની બેઠક યોજીને નવા વિકાસકામોના આયોજનો અને થયેલી વિકાસકામોની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ વિકાસકામોંનુ આયોજન થઈ રહ્યું છે. કોરોનાના કપરાકાળમાં પણ અસરકારક આયોજનના પરિણામે રાજ્યની વણથંભી વિકાસ યાત્રાને અટકવા દીધી નથી. કોરોના અંતર્ગત પણ રાજ્ય સરકારની પરિણામલક્ષી કામગીરીના પરિણામે સંક્રમણને અટકાવવામાં સફળતા મળી છે એટલુ જ નહીં નાગરિકોને ઉત્તમ પ્રકારની આરોગ્યલક્ષી સારવાર પણ રાજ્યભરમાં ઉપલબ્ધ બનાવીને પૂરી પાડી છે.

તેમણે કહ્યું હતું કે સુરત જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ૧૫% વિવેકાધીન જોગવાઈ હેઠળ તાલુકા કક્ષાએ રૂ. ૧૦૮૫ લાખના ૬૪૬ કામો, નગરપાલિકામાં રૂ. ૧૦૦ લાખના ૨૨ કામો, ૫% પ્રોત્સાહક જોગવાઈ હેઠળ રૂ. ૩૫.૦૦ લાખના ૧૬ કામો તથા ભૌગોલીક રીતે ખાસ પછાત વિસ્તાર જોગવાઈના રૂ. ૫ લાખના ૧ કામ મળી કુલ રૂ. ૧૨૨૫ લાખના ૬૮૫ કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં માર્ગવિકાસના ૧૯૧ કામો, સ્થાનિક વિકાસના ૧૧૭, સામૂહિક વિકાસ પંચાયતના ૭, પ્રાથમિક શિક્ષણના ૧૦, પાણી પુરવઠાની આરોગ્યની ૨૦૯, પોષણ સુવિધાના ૧૧૪, ગંદા વસવાટોની વાતાવરણલક્ષી સુધારણાના ૨૩, વિજળીકરણ ૧૧ આ ઉપરાંત સુરત જિલ્લાના નવ તાલુકાઓના PHC, CHCમાં જરૂરી આરોગ્ય સાધન સામગ્રી/ઉપકરણો માટે રૂપિય ૧૫ લાખની વિવેકાધીન જોગવાઈ હેઠળ નવ કામો મળી કુલ રૂ.૧૩૬૦ લાખના ૬૯૪ કામો મંજૂર કરાયા છે જે કામો સત્વરે હાથ ધરાશે.

પટેલે જણાવ્યું હતું કે આ ઉપરાંત વર્ષ ૨૦૨૧-૨૨માં ધારાસભ્ય ફંડ હેઠળ મળવાપાત્ર ગ્રાન્ટ અન્વયે આરોગ્ય સુવિધાઓ માટે કોવિડ -૧૯ અનુલક્ષીને કુલ ૧૭ કામો માટે રૂ. ૩૬૦.૧૫ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨માં DMF જોગવાઈ હેઠળ થયેલ આવકમાંથી રૂ. ૬.૭૮ કરોડ જેટલી રકમ આરોગ્ય સુવિધાઓમાં ઓક્સિજન પ્લાન્ટ, દવાઓ, વિવિધ તાંત્રિક તબીબી સાધનો, કીટ વગેરે માટે ફાળવવામાં આવી છે. વર્ષ ૨૦૨૦-૨૧ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ થયેલ કામોની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, ૧૫% વિવેકાધીન જોગવાઈ તાલુકા કક્ષા, નગરપાલિકા તથા જિલ્લાકક્ષાએ રૂ. ૧૪૩૫ લાખના ૭૬૯ કામો તથા ૫% પ્રોત્સાહક જોગવાઈ તથા ઉકાઈ અસરગ્રસ્ત જોગવાઈ હેઠળ રૂ. ૪૦ લાખના ૧૬ કામો સહિત કુલ રૂા. ૧૪૭૫ લાખના ૭૮૫કામો મંજૂર કરવામાં આવ્યા હતાં.

જેમાં આરોગ્ય સુવિધા માટે ૧૭ કામો, પોષણ સુવિધાના ૮, માર્ગવિકાસના ૨૪૫, સ્થાનિક વિકાસનિ ૧૧૬, સામૂહિક વિકાસ પંચાયતના ૩, પ્રાથમિક શિક્ષણના ૧૮ પાણી પુરવઠાના ૨૦૨, ગંદા વસવાટોની વાતાવરણલક્ષી સુધારણાના ૧૪૩, વીજળીકરણનું એક અને અન્ય ૩૨ મળી કુલ ૭૮૫ કામો મંજૂર કરાયા હતા જે પૈકી ૧૫% વિવેકાધીન જોગવાઈ હેઠળ રૂ. ૧૩૩૫ લાખના ૭૪૪ કામો પૈકીનાં ૫૮૭ કામો પૂર્ણ કરી રૂ. ૯૫૯.૧૩ લાખનો ખર્ચ કરાયો છે અને ૭૮% ભૌતિક તથા ૭૧.૮૪% નાણાંકીય સિદ્ધિ હાંસલ કરી છે. એજ રીતે ૫% પ્રોત્સાહક જોગવાઈ તથા ઉકાઈ અસરગ્રસ્ત જોગવાઈ હેઠળ મંજૂર કરેલા રૂ. ૪૦ લાખના ૧૬ કામો પૈકીનાં ૬ કામો પૂર્ણ કરી દેવાયા છે, તેમ મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું.

Most Popular

To Top