સુરત : રાજ્યમાં સરકારી હોસ્પિટલમાં ( goverment hospital) ફરજ બજાવતા ઇનસર્વિસ ડોક્ટરો ( inservice docters ) દ્વારા પડતર પ્રશ્નોને લઇને અચોક્કસ મુદ્દતની હડતાળ ( protest) પાડી દેવામાં આવી હતી. શુક્રવારે નવી સિવિલ હોસ્પિટલમાં ( new civil hospital) ડોક્ટરો કામથી અગળા રહ્યા હતા. જેના કારણે સર્ટિફિકેટ ઇસ્યુ કરવા સહિતની કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો. બીજી તરફ ડોક્ટરોએ માનવતા રાખીને દર્દીઓને સારવાર આપી હતી.
હડતાળ પાડનાર ડોક્ટરો પૈકી ડો. ઓમકાર ચૌધરી (મેડિકલ ઓફિસર)એ જણાવ્યું હતું કે, તાજેતરમાં મે માસમાં ઇન-સર્વિસ તબીબોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમ છતાં સરકારે કોઇ પ્રતિભાવ આપ્યો નથી. તા.18/05/2021ના રોજ અગ્રસચિવ આરોગ્ય અને પરિવાર વિભાગના અધ્યક્ષસ્થાને ઇન-સર્વિસ તબીબોના પડતર પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે બેઠક બોલાવવામાં આવી હતી. ત્યારે અધ્યક્ષસ્થાનેથી જણાવવામાં આવ્યું હતું કે, મુખ્યમંત્રીની સૂચના છે કે ઇન-સર્વિસ તબીબોએ પ્રથમ કોરોના મહામારીથી લઇની હાલના બીજા કોરોના મહામારીમાં ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે એટલે તેમના રજૂઆત પામેલ, વ્યાજબી પ્રશ્નો અને માંગણીનો ઉકેલ લાવવામાં આવે.
તેવી જ રીતે નાયબ મુખ્યમંત્રી દ્વારા પણ ટ્વિટર મેસેજ દ્વારા જણાવવામાં આવ્યું કે આરોગ્ય કર્મચારીના પ્રશ્નો અને માંગણીઓનો ઉકેલ આપવામાં આવશે. અગ્રસચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધ્યક્ષસ્થાને ઇન-સર્વિસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે સરકારમાં બેઠકનું આયોજન થઇ રહ્યું છે પરંતુ કોઇ નિર્ણયો લેવાઇ રહ્યા નથી. વારંવાર ડોક્ટરોને અન્યાય થતા શુક્રવારથી ડોક્ટરો અચ્ચોક્કસ મુદ્દતની હડતાળ ઉતરી ગયા છે. જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. સરકાર દ્વારા આદેશો આપવામાં આવશે ત્યાર બાદ જ ઇન-સર્વિસ તબીબો હડતાળ પરથી પરત આવશે એવું જણાવ્યું છે