સુરત : (Surat) શહેરના જાણીતા જ્વેલર્સ (Jewelers) દીપક ચોકસી (Dipak Choksi) સાથે ઠગાઇ (Cheating) કરવાનું મહાઠગને ભારે પડી ગયું હતું. ગુજરાત (Gujarat) અને રાજસ્થાન (Rajashthan) સહિત કુલ ચાર રાજ્યોમાં ઠગાઈના 200 ગુના કરનાર સુરેશ ઉર્ફે ભૂરિયાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી (Arrest) પાડ્યો હતો. ભૂરિયો નામનો આ ઠગ ચોરી કરીને અત્યાર સુધીમાં વીસથી પચ્ચીસ કરોડ રૂપિયા ભેગા કરી ચૂક્યો છે. આ ઉપરાંત તેટલી જ રકમ તે ક્રિકેટ સટ્ટામાં હારી ગયો હોવાની વિગત જાણવા મળી છે. આ ઠગ પાલીની જેલમાં પાંચ દિવસ પહેલા છૂટયો હતો. ત્યાંથી તે દિલ્હીથી પ્રથમ વખત સુરત ઠગાઇ કરવા આવ્યો હતો.
- જવલ્લે જ ઉપલબ્ધ ઇન્ડિકો નામનું સોફ્ટવેર ઠગ પાસેથી મળતાં પોલીસ ચોંકી ગઈ
- ઇન્ડિકો નામના સોફટવેરમાં તમે તમારા ફોન પરથી કોઇને પણ ફોન કરો તો થર્ડ પાર્ટીનો નંબર જ સ્કીન પર દેખાય છે.
- આ સોફટવેરમાં સલમાન ખાનનો નંબર નાંખવામાં આવે ને જો કોઇ ફોન પરથી બીજાને ફોન કરવામાં આવે, તેવા સંજોગોમાં સામે ફોન ઉંચકનારને એવુ લાગશે કે તેની પર સલમાન ખાનનો ફોન આવ્યો છે.
- આ ઠગ તે કોઇ પણ સેલીબ્રીટીની ઓળખ આપીને સામે વાળા પાસેથી નાણા ખંખેરતો હતો, એ વાત જાણી પોલીસ ચોંકી ઉઠી હતી.
રાજસ્થાનના જાણીતા ઉદ્યોગપતિનું નામ જણાવીને પાંચ લાખ રૂપિયા દીપક ચોકસી પાસે ઉધાર માંગ્યા
સુરેશ ઉર્ફે ભૂરિયા દ્વારા ગુગલ પર જે તે શહેરના જ્વેલર્સ કે પછી જે તે શો રૂમની વિગતો મેળવવામાં આવતી હતી. પોતો જાણીતો ઉદ્યોગપતિ બોલે છે એમ કહીને દીપક ચોકસી સાથે પહેલા તો તેણે મોટા પ્રમાણમાં સોનાની લગડીઓ ખરીદવાની વાત કરી હતી. બાદમાં પોતાના એક સગા માંદા હોવાને કારણે તેઓને પાંચ લાખ રૂપિયા આપવા જણાવ્યું હતું. દીપક ચોકસીને આ ફોન પર શંકા જતાં તેઓએ ત્વરીત આરોપીની વિગત કમિ. અજય તોમરને આપી હતી. કમિ. અજય તોમરે આ કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપતા જ આ ઠગને રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડયો હતો.
ક્રાઇમ બ્રાન્ચે ઠગને મોબાઇલ સર્વેલન્સ પરથી શોધી કાઢ્યો
સુરેશ નામના ઠગને ક્રાઇમ બ્રાન્ચે મોબાઇલ ફોન પરથી શોધી કાઢવામાં આવ્યો હતો. આ ઠગ ઝડપાયો ત્યારે પોલીસ પણ ચોંકી ગઇ હતી. તેની સામે રાજસ્થાનમાં એકવીસ તાલુકામાં ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. આ ઉપરાંત કુલ બસો જેટલી ફરિયાદ હોવાની પોલીસને આશંકા છે.
ભૂરિયાએ કહ્યું: ‘હું પંદર કરોડ રૂપિયા ક્રિકેટ સટ્ટામાં હારી ગયો છું’
ભૂરિયા નામના આ મહાઠગે જણાવ્યું કે તે પંદર કરોડ રૂપિયા ક્રિકેટ સટ્ટામાં હારી ગયો છે. આ ઉપરાંત તેનો આ એક જ ધંધો છે. આ સિવાય તેને કાંઇ આવડતું નથી.