National

સુરતમાં પોલીસને લીલાલહેર: DCP પોલીસ સ્ટેશનની મુલાકાતે આવ્યા અને PI ફોન બંધ કરી ઘરે ઉંઘતા હતા

સુરત : સુરત શહેરમાં પોલીસદાદાઓની લીલા લહેર ચર્ચામાં આવી છે. અહીંના એક પોલીસ સ્ટેશનમાં ડીસીપી સરપ્રાઈઝ ચેકિંગ પર ગયા ત્યારે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ આરામ ફરમાવતા જણાયા હતા. મોટા ભાગના પોલીસકર્મીઓ પોલીસ સ્ટેશનમાં હાજર નહોતા અને જે ફરજ પર હતા તે પૈકી મોટાભાગનાએ વર્દી પહેરી નહોતી. સૌથી મોટું આશ્ચર્ય તો એ વાતનું હતું કે પોલીસ સ્ટેશનના પીઆઈ ફોન સ્વીચઓફ કરીને ઘરે ઘોરી રહ્યાં હતાં. ડીસીપીએ ફોન કર્યો તો તે બંધ આવતો હતો. અકળાયેલા ડીસીપીએ પીઆઈ સહિત તમામ પોલીસ કર્મચારીઓને ખખડાવી નાંખ્યા હતા.

જેની પોલીસ મથકમાં હાજરી બોલતી હતી તે હતાં જ નહીં, પાંચ-પાંચ હજારનો દંડ કરાયો

ચોંકાવનારી વિગત જાણવા મળી છે તે પ્રમાણે ડીસીપી (DCP) પન્ના મોમૈયા દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ (Surprise Checking ) અડાજણ પોલીસ સ્ટેશનનું (Adajan Police Station) કરવામાં આવ્યું હતું. તે વખતે જે સ્ટાફ હાજર હતો તેમાંથી કેટલાક લોકો યુનિફોર્મમાં (Police Uniform) ન હતા આ ઉપરાંત સંખ્યાબંધ ફરજ પર કાગળ પર હાજર રહેતા સ્ટાફનો કોઇ અતો પતો ન હતો. દરમિયાન ડીસીપી પન્ના મોમૈયાએ અડાજણ પીઆઇને ફોન કર્યો હતો તો તેઓનો ફોન પર બંધ આવ્યો હતો. તેઓ ઘરે ઉંઘી ગયા હોવાની વાત પોલીસ બેડામાં ચર્ચાઇ રહી છે. ડીસીપી પન્ના મોમૈયા દ્વારા આ મામલે કર્મચારીઓને પાંચ હજારનો દંડ ફટકાર્યો હોવાની વિગત જણાવી હતી. દરમિયાન ડીસીપી પન્ના મોમૈયાએ જણાવ્યુંકે આ એક રૂટીન પ્રોસેસ છે. તેમાં શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવાની વાતને તેઓએ સમર્થન આપ્યુ હતુ.

Most Popular

To Top