SURAT

”તૌકતે” વાવાઝોડા ના પગલે સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગે કરી આ તૈયારીઓ

સુરતઃ (Surat) તૌકતે વાવાઝોડું (Cyclone) ગોવા અને મુંબઈથી પસાર થઈ ગયા બાદ હવે ગુજરાત (Gujarat) તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તે દક્ષિણ ગુજરાત અને સુરતને પણ અસર કરશે. વાવાઝોડાને કારણે સુરતમાં 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે જે વધીને 100 કિલોમીટર થઈ શકે છે. પવનને કારણે શહેરમાં પતરા ઉડવા કે ઝાડ પડવાના કે શોર્ટસર્કિટના બનાવો બની શકે છે. વાવાઝોડા ને કારણે વાતાવરણ માં ભારે પલટો આવશે અને ગાજવીજ સાથે વરસાદ તેમજ તેજ પવનો ફુંકાવાની શક્યતા હવામાન વિભાગે આગાહી કરી છે. આ વાવાઝોડા માં હોર્ડિંગ્સ અને બેનરો પડવાના બનાવો, ઝાડ પડવાના બનાવો જેમાં વાહનો દબાયાના કોલ રોડ -રસ્તા પર ઝાડ પડવાથી રોડ બ્લોકેજ થવાના કોલ , કાચા મકાનો ના પતરા ઉડવાના બનાવો અને કાચા મકાનો ધ્વસ્ત થવાના બનાવો , નદી – દરિયામાં કાંઠા વિસ્તારમાં ફસાયેલ વ્યક્તિઓ ના કોલ વિગેરે માટે ફાયર વિભાગની નીચે મુજબ ના ઝોન વિસ્તાર મુજબ ફાયર (Fire Team) ની કુલ -36 ટીમ તૈયાર રાખવામાં આવેલ છે. જેમાં એક ટીમ માં 06 જવાનો રહેશે.

  • સેન્ટ્રલ ઝોન – ૦૬ ટીમ
  • કતારગામ ઝોન – ૦૪ ટીમ
  • વરાછા ઝોન  -એ – ૦૨ ટીમ
  • વરાછા ઝોન -બી  -૦૨ ટીમ
  • રાંદેર ઝોન -૦૮ ટીમ
  • અઠવા ઝોન – ૦૬ ટીમ
  • લિમ્બાયત ઝોન -૦૬ ટીમ
  • ઉધના ઝોન -૦૨ ટીમ

ઉપરોક્ત ટીમો ને જયારે પણ આ મુજબ ના કોલ મળશે તો સુરત મહાનગર પાલિકાના ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ વિભાગ પાસે ઉપલબ્ધ નીચે મુજબના બચાવના સાધનો સહીત સ્ટેન્ડ બાય રહેશે. વધુમાં ફાયર વિભાગના વાહનો નું ડિસેન્ટ્રલાઈઝેશન સુરત મહાનગર પાલિકા ના ઝોન વિસ્તાર મુજબ કરવામાં આવેલ છે. જેમાં નીચે મુજબના ઝોન માં રાત્રી ના સમયમાં ફાયરના વાહનો સ્ટેન્ડ બાય માં રાખી જે -તે વિસ્તાર ના હોસ્પિટલ માં આગ નો બનાવ બને તો ત્વરિત પહોચી આગને કાબુમાં લઇ શકાય તે માટે સ્ટાફ સહીત ફાયર ના વાહનો મુકવામાં આવેલ છે.

  • ૧) ફાયર અને ઈમરજન્સી ખાતાની કુલ -૨૯ રેસ્ક્યુ બોટો
  • ૨) પાવર ચેઈન શો મશીન – ૩૯
  • ૩) પેટ્રોલ ચેઈન શો મશીન – ૩૧
  • ૪) લાઈફ જેકેટ – ૫૩૩
  • ૫) રીંગ બોયા – ૬૫૩
  • ૬) ડી -વોટરીંગ પંપ – ૦૩
  • ૭) જનરેટર -૧૭
  • ૮) સ્પ્રેડર -કટર -૧૫

Most Popular

To Top