સુરત: (Surat) સોમવાર સાંજથી સમગ્ર સુરત શહેર તૌકતે વાવાઝોડાની (Cyclone) ચપેટમાં છે. હજી પણ સાંજ સુધી તેની અસર રહેવાની શક્યતા છે. દરમ્યાન સુરતમાં ઘણા લાંબા સમય બાદ વાવાઝોડું ત્રાટક્યું હોવાને પગલે સુરતીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. સમગ્ર શહેરમાં ઠેર ઠેર તબાહીના (Destroy) દૃશ્યો જોવા મળ્યા હતા. જોરદાર પવન ફૂંકાવાની સાથે અનેક જગ્યાએ વૃક્ષો, મકાનની દીવાલો, પતરાઓ ઉડ્યાં હતાં. જેને કારણે આખી રાત ફાયર વિભાગ (Fire Department) દોડતું રહ્યું હતું.
ભારે સુસવાટા સાથે ફૂંકાયેલા પવન બાદ વરસાદે તેની ભૂમિકા નિભાવવાની શરૂ કરી હતી. આખી રાત ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ સવારથી સુરત રેલમછેલ થયું હતું. બપોરે એક કલાક સુધી સમગ્ર શહેરમાં ભારે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. જેને કારણે સુરતીઓમાં ગભરાટ ફેલાયો હતો. સતત વરસેલા વરસાદ બાદ શહેરમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને લિંબાયત, ઉધના તેમજ સ્લમ વિસ્તારના નીચાણવાળા વિસ્તારો, કાદરશાની નાળ તેમજ અન્ય નિચાણવાળા વિસ્તારોમાં ગૂંઠણસમા પાણી ભરાઈ ગયા હતાં.
સુરતમાં તકતેએ સર્જેલી તારાજીના આ દૃશ્યો જ ઘણું બધુ કહી જાય છે કે શહેરમાં વાવાઝોડાએ કેવી અસર ઝોડી હતી. જોડે બપોર બાદ પવન અને વરસાદમાં થોડી રાહત થઈ હતી. જોકે દરેક પરિસ્થિતિમાં મોજ કરનારા સુરતીઓએ વરસાદ અને ઠંડા પવનોનો ભરપૂર આનંદ પણ ઉઠાવ્યો હતો. ભારે ગરમી બાદ વરસેલા વરસાદને કારણે સુરતીઓ મન મુકીને વરસાદમાં ભીંજાયા હતા. તો કેટલીક જગ્યાએ લોકોએ સુરક્ષિત ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.
- કાપોદ્રા સોમનાથ સોસાયટી પાસે ઝાડ પડતા 6 દુકાનો દબાઈ
- સુરત ડુમસ રોડ પર ચાલુ કાર પર ઝાડ પડ્યું
- વસંત ભીખાની વાડી વરાછામાં પાણી ભરાયા
- ડુમસ મેન રોડ પર ની ઘટના, ભરાવદાર વૃક્ષ એક ચાલુ કાર પર પડ્યું કાર ચાલકનો આબાદ બચાવ થયો. ઝાડ પડતા મેન રોડ થયો બંધ.
- અઠવા ઝોનના અઠવાગેટ સર્કલ પર ઝાડ દિવાલ પર નમી જતા ગાર્ડન અને ફાયર વિભાગને જાણ કરી તાત્કાલિક અસરથી અસરગ્રસ્તોની અને ઝાડનું ટ્રિમિંગ કરવાની વ્યવસ્થા કરાવવામાં આવી
- મજૂરાગેટ બ્રિજ ઉપર મોટું ઝાડ નમીને પડતા એક તરફનો માર્ગ બંધ
- ઉધના કૈલાશનગર પાસે 60 ફૂટના રોડ પર વૃક્ષ પડતા માર્ગ બંધ
- રાંદેર ઝોન ચોકસીની વાડીની સામે રસ્તા ઉપર ઝાડ નમી ગયું
- 1:૦૦pm સુધીમાં કુલ- 139 ઝાડ પડવાનાં બનાવો બનેલ છે.
- અઠવા ઝોન – 31 સ્થળો એ ઝાડ પડેલ છે
- રાંદેર ઝોન – 38 સ્થળો એ ઝાડ પડેલ છે
- વરાછા ઝોન – એ – 07 સ્થળો એ ઝાડ પડેલ છે
- વરાછા ઝોન બી 09
- કતારગામ ઝોન – 15 સ્થળે ઝાડ પડેલ છે
- સેન્ટ્રલ ઝોન – 19 સ્થળો એ ઝાડ પડેલ છે
- લિંબાયત ઝોન – 07 સ્થળો એ ઝાડ પડેલ છે.
- ઉધના ઝોન – 13 સ્થળો એ ઝાડ પડેલ છે.