SURAT

1782માં સુરતને હીટ કરનારા વાવાઝોડાએ બે હજાર લોકોના જીવ લીધા હતા

સુરત: (Surat) સુરત સમેત સમગ્ર ગુજરાતમાંથી તૌકતે વાવાઝોડાનું (Cyclone) સંકટ લગભગ ટળી ગયું છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેની અસર આગામી 24 કલાક સુધી રહેશે. પરંતુ વાવાઝોડું સુરત પરથી હટી ગયા બાદ સુરતીઓએ હાશકારો અનુભવ્યો હતો. સાથેજ સુરતીઓએ (Surties) ઠંડા વાતાવરણની મજા પણ માણી હતી. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ ભારે વિનાશ (Destruction) સર્જ્યો છે પરંતુ તેની સામે જાનહાનિનો આંકડો ખૂબજ નીચો છે તે રાહતની વાત છે. જોકે સુરતમાં એક સમય એવો હતો જ્યારે સુરત પર ત્રાટકેલા વાવાઝોડાએ હજારો લોકોના જીવ (Death) લીધા હતા. એ વર્ષ હતો 1782નો જ્યારે વાવાઝોડાની અસરમાં આવીને 2000 લોકોના મોત થયા હતા. ત્યારબાદ સુરતમાં ઇશ્વર કૃપા રહી છે કે જ્યારે જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે વાવાઝોડાને કારણે ખાનાખરાબી તો થઈ પરંતુ જાનહાનિ નહીંવત હતી.

વિતેલા 250 વર્ષની તવારીખમાં સને- ૧૭૮૨ના વર્ષમાં વાવાઝોડાંના કારણે સુરતમાં ૨૦૦૦ લોકોના કરૂણ મૃત્યું થયા હતાં. આ વાવાઝોડાની યાદ ભૂલાય તે પહેલાં ૧૮૦૦ અને ૧૮૭૨માં પણ સુરતમાં વાવાઝોડું ત્રાટકયુ પરંતુ સદનસીબે કોઇ જાનહાની થઇ નહોતી. આ ઉપરાંત નજીકના સમયની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં (Year) ઓખી, મહા, અને વાયુ વાવાઝોડાનો પણ ભય સુરતના માથે મંડરાયો હતો પણ સદનસીબે આ વાવાઝોડું ફંટાઇ જવાના લીધે અગર તો નબળા પડવાને કારણે પણ સુરતમાં કોઇ મોટું નુકસાન કે જાનહાની થઇ ન હતી.

તૌકતે વાવાઝોડાના કારણે શહેર અને સુરત ‌જિલ્લાનાં દરિયાકાંઠાનાં ગામોમાં ભયનો માહોલ ઉભો થયો છે. આમ તો છેલ્લા પાંચ વર્ષમાં વર્ષ ૨૦૧૭માં ઓખી, ત્યારબાદ ૨૦૧૯માં મહા અને વાયુ નામના વાવાઝોડાની થોડી ઘણી અસર જોવા મળી હતી, પણ સદનસીબે આ ત્રણેય વાવાઝોડા સુરત પહોંચતા પહેલા જ શાંત પડી ગયા હતા. જો કે દુખદ બાબત જોવા જઇએ તો અઢી સૌ વર્ષના ઇતિહાસમાં વર્ષ ૧૭૮૨માં સુરતમાં વાવાઝોડાના કારણે ૨૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યા હતાં, અને મોટી સંખ્યામાં લોકો ઘર વિહોણા થઇ ગયા હતા, રોજગારી ગુમાવી ચૂક્યા હતાં. એટલુ જ નહીં પણ કાંઠા વિસ્તારના લોકોની હાલત અંત્યત દયનીય બની ગઇ હતી. સુરત શહેરની ઇમારતોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. જો કે ત્યારબાદ ૧૮૦૦ અને ૧૮૭૨માં પણ સુરતમાં વાવાઝોડુ ત્રાટકયું હતું, પણ સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.

Most Popular

To Top