SURAT

સુરત કસ્ટમની મહિલા સુપરિટેન્ડેન્ટ દાણચોરો સાથે ગોલ્ડ સ્મગલ કરતી હતી, આખરે સસ્પેન્ડ કરાઈ

સુરત,અમદાવાદ: ગોલ્ડ સ્મગલિંગ કરતી મહિલા કેરિયર સિન્ડિકેટ સાથે સાંઠગાંઠ ધરાવનાર સુરત એરપોર્ટ કસ્ટમ એર ઇન્ટેલિજન્સ યુનિટમાં ફરજ બજાવતી મહિલા સુપરિન્ટેડન્ટ પ્રિતી આર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ગોલ્ડ સ્મગલિંગ કરતી વલસાડની એક મહિલા કેરિયર સાથેની સાંઠગાંઠ મહિલા કેરિયર ગયા સપ્તાહે પકડાઈ જતા ઉઘાડી પડી ગઈ હતી. અમદાવાદ સ્થિત ચીફ કસ્ટમ કમિશનર દ્વારા નિયુક્ત તપાસ ટીમે પ્રિતીને કસૂરવાર ઠેરવતા તપાસના અંતે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે. કસ્ટમ સુપરિન્ટેડન્ટ તરીકે એક લાખ રૂપિયાનું માસિક વેતન ધરાવનાર અધિકારી પ્રથમવાર ગોલ્ડ કેરિયર સાથેની મિલીભગતમાં ઝડપાઈ છે.

  • સોનાના દાણચોરો સાથે સાંઠગાંઠ ધરાવતી કસ્ટમની મહિલા સુપરિટેન્ડેન્ટ સસ્પેન્ડ
  • ગોલ્ડ સ્મગલિંગ કરતી મહિલા કેરિયર સિન્ડિકેટ સાથે સાંઠગાંઠ ધરાવનાર
  • સુરત એરર્ટ કસ્ટમમાં ફરજ બજાવતી મહિલા સુપરિન્ટેડન્ટ પ્રિતી આર્ય સસ્પેન્ડ
  • મહિલા કસ્ટમ સુપરિન્ટેડન્ટને ફોડી દાણચોરોએ દુબઇથી સોનાની ખેપ માટે મહિલા કેરિયરનો ઉપયોગ કર્યો,પારડીની મહિલા પકડાઈ જતાં ભાંડો ફૂટ્યો

કસ્ટમ સુપરિન્ટેડન્ટ પ્રીતિને અચાનક જ સસ્પેન્ડ કરી દેવાતા અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. ચર્ચા મુજબ ગોલ્ડ સ્મગલિંગમાં પકડાયેલી વલસાડના પારડીની એક મહિલાના નિવેદનમાં પ્રીતિનું નામ સામે આવ્યુ એ પછી સ્થાનિક અધિકારીઓ આ મામલે મૌન ધારણ કરી લીધું હતું.સંપૂર્ણ તપાસ ચીફ કસ્ટમ કમિશનર ઓફિસની વિજિલન્સ ટીમ દ્વારા કરવામાં આવી હતી. મહિલા કેરિયર સાથેની સાંઠગાંઠમાં એરપોર્ટથી ગોલ્ડ કઢાવવામાં ક્યાં જવેલર્સ કે,બુલિયન વેપારીની 25.26 કરોડની ગોલ્ડ સ્મગ્લિંગનાં કેસમાં કસ્ટમ ઇમિગ્રેશન વિભાગ ડેપ્યુટ સિટી પોલીસના પીએસઆઇ પરાગ દવેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

એક જ મહિનામાં કસ્ટમ વિભાગે કરેલા 22 કેસ પૈકી મોટા ભાગનામાં પ્રીતિની હાજરી
અમદાવાદ કસ્ટમ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ એક મહિનામાં કસ્ટમ વિભાગે સોના, હીરા અને કરન્સીની હેરફેરના કુલ 22 કેસ કર્યા હતા. એ પૈકી મોટા ભાગના કેસમાં મહિલા કસ્ટમ સુપરિન્ટેડન્ટ પ્રીતિની હાજરી હતી. સુરત એરપોર્ટ પર કોઈ મહિલા શકમંદ પેસેન્જર ઝડપાય તો એની શારીરિક ઝડતી લેવાની જવાબદારી પ્રીતિને સોંપવામાં આવી હતી.મોટાભાગે તે નીલ રિપોર્ટ આપતી હોવાથી આ મહિને ગોલ્ડ, કરન્સી, ડાયમંડ સ્મગલિંગના કુલ 22 કેસ કરવામાં આવ્યા હતા.એમાં બે આરોપીઓની ધરપકડ કરાઈ હતી.

  • પ્રીતિની નાણા પ્રત્યેની પ્રિત નહીં છૂટી
  • કસ્ટમ સુપરિન્ટેડન્ટ તરીકે એક લાખ રૂપિયાનું માસિક વેતન ધરાવતી હતી
  • પ્રથમવાર મહિલા અધિકારીની ગોલ્ડ કેરિયર સાથેની મિલીભગતમાં બહાર આવી
  • સ્થાનિક અધિકારીઓ આ મામલે મૌન ધારણ કરી લીધું
  • વધારાના કર્મી તરીકે પ્રીતિને એરપોર્ટ પર ડ્યૂટી સોંપાઈ હતી
  • પેસેન્જર ઝડપાયા હોય તેવા 22 કેસમાં નીલ રિપોર્ટ આપ્યો હતો

સુપરિન્ટેડન્ટ પ્રીતિ અગાઉ અમદાવાદ કસ્ટમમાં ફરજ બજાવી ચૂકી છે.સુરત કસ્ટમમાં પ્રારંભમાં એર ઇન્ટેલિજન્સ યુનીટમાં પ્રીતિની ડ્યૂટી ન હતી, પણ મહિલા અધિકારીઓની બદલી થતાં સ્ટાફની ઘટને પગલે અને અમદાવાદ એરપોર્ટનાં અનુભવને લીધે તેણીને સુરત એરપોર્ટ પર ડ્યૂટી મળી હતી. એરપોર્ટ પર સ્ટાફની ઘટ અને દુબઈ માટે બે એરલાઇન્સની વિકમાં 7 દિવસ અને શારજાહની 5 દિવસની ફલાઇટની લીધે વધારાના કર્મી તરીકે પ્રીતિને એરપોર્ટ પર ડ્યૂટી સોંપાઈ હતી.

6 જુને ઇન્ડિગો આવેલી મહિલા પકડાતા ભાંડો ફૂટ્યો
6 જુને ઇન્ડિગોની દુબઈની ફ્લાઇટથી સુરત આવેલી મહિલા પાસેથી 41 લાખની કિંમતની બે કેપ્સ્યુલ માં સંતાડેલુ 550 ગ્રામ સોનું જપ્ત કરાયું હતું. વલસાડના પારડીની મહિલા કેરિયરએ પ્રાઇવેટ પાર્ટમાં સોનું સંતાડ્યું હોવાથી એકસરે કઢાવવા અને મેડીકો લિગલ ઓપિનિયન પછી રિકવરી માટે કસ્ટમ – DRI ને બે વાર કોર્ટ અને હોસ્પિટલની ભાગદૌડ કરવી પડી હતી.

મહિલા એક જ મહિનામાં ચાર વાર દુબઈ જઈ સુરત આવી હોવાથી કસ્ટમ ડિપાર્ટમેન્ટનાં ઉચ્ચ અધિકારીઓએ આ મહિલાને કસ્ટમ સુપરિન્ટેડન્ટથી અલગ કરી પૂછપરછ કરતાં તેણી માત્ર કેરિયર હોવાનું અને એરપોર્ટથી સોનું કઢાવવા લેડી અધિકારી મદદ કરતી હોવાની કબૂલાત કરતાં જ ચીફ કસ્ટમ કમિશનર ઓફિસને જાણ કરવામાં આવી હતી.

Most Popular

To Top