SURAT

વિપુલ ગાજીપરા ગેંગનો એક વર્ષથી વોન્ટેડ મુખ્ય સૂત્રધાર સુરતના લંબેહનુમાન રોડ પરથી પકડાયો

સુરત: (Surat) શહેરમાં ઓર્ગેનાઈઝ ક્રાઈમ (Crime) કરતી વિપુલ ગાજીપરા (Vipul Gajipara) ગેંગ (Gang) સામે ગુજસીટોક (Gujcitok) હેઠળ ગુનો દાખલ કર્યા બાદ આ ગેંગનો મુખ્ય સૂત્રધાર આઝાદ પઠાણ એક વર્ષથી વોન્ટેડ (Wanted) હતો. ક્રાઈમ બ્રાંચને હાલ તે સુરતમાં હોવાની બાતમી મળતા તેને લંબે હનુમાન રોડ પરથી ઝડપી (Arrest) પાડ્યો હતો.

  • વોન્ટેડ આઝાદ પઠાણને સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો
  • ગાજીપરા ગેંગ સામે ગુજસીટોક દાખલ થયા બાદ ભાગતો ફરતો હતો
  • આઝાદ છેલ્લા છ મહિનામાં અઠવાડિયે એક-બે દિવસ ઘરે આવતો હતો

સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા શહેરમાં ચાર્જ લીધા બાદ સૌથી પહેલા ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતી ગેંગની યાદી તૈયાર કરાવવામાં આવી હતી. અને એક પછી એક આ ગેંગની સામે ગુજસીટોકનું હથિયાર ઉગામી એક પછી એક ધરપકડનો સીલસીલો શરૂ કરાયો હતો. વિપુલ ગાજીપરા ગેંગની સામે પણ ગુજસીટોક હેઠળ ગત 28 જાન્યુઆરી 2021 ના રોજ ગુનો દાખલ કરાયો હતો. આ ગેંગમાં મુખ્ય સુત્રધાર વિપુલ ગાજીપરાનો સાગરિત આઝાદ ઉર્ફે આઝાદ પઠાણ ઐયુબખાન વોન્ટેડ હતો. ક્રાઇમ બ્રાંચ છેલ્લા- એક વર્ષથી સતત આઝાદને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. દરમ્યાન સુરત શહેર ક્રાઇમ બ્રાંચને આઝાદ સુરતમાં હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે આઝાદ પઠાણને લંબે હનુમાન રોડ ગરનાળા બસ ડેપો પાસેથી દબોચી લીધો હતો.

અગાઉ ધરપકડ કરવામાં આવેલા આરોપી
(૧) વિપુલ ડાહ્વાભાઇ ગાજીપરા (૨) ડેનીશ ઉર્ફે નાનો ડેનીયો રમેશચંદ્ર ખત્રી ભીલાડાવાળા (૩) અલ્તાફ ગફુરભાઇ પટેલ (૪) શશાંકસીંહ ઉર્ફે મોહિત વિશ્વપ્રતાપસીંગ ભારદ્રવજ (૫) ઉંજવલદિપ ઉર્ફે યુડી બ્રિજમોહનસીંગ રાજપુત (૬) અર્જુનકુમાર ઉર્ફે અરવિંદ સતનારાયણ પાંડે (૭) કપિલકુમાર ઉર્ફે પોપીન ઉર્ફે ધનરાજ ઉર્ફે જટાઉ ઉર્ફે મામચંદ (૮) મોહમદ ઇલીયાસ મોહમદ બીલાલ કાપડીયાની ધરપકડ કરવામાં આવી હતી.

આઝાદ પઠાણ સામે અનેક પોલીસ સ્ટેશનમાં ગુના
આઝાદની સામે લાલગેટ પોલીસમાં હત્યાનો પ્રયાસ, કતારગામમાં હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયો હતો. તથા વરાછામાં પણ આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયો હતો.

Most Popular

To Top