SURAT

માત્ર એક મોબાઈલ માટે વિદ્યાર્થીનું ગળું કાપી નાંખ્યું, સુરતમાં સ્નેચર્સને કોઈનો ડર નહીં..

સુરત : (Surat) પાંડેસરા (Pandesara) વિસ્તારમાં ક્રાઇમ રેટમાં (Crime Rate) સતત વધારો થઇ રહ્યો છે, બે દિવસ પહેલા જ મારામારી ઉપરાંત આજે એક હત્યાનો બનાવ બન્યો હતો. ત્યાં બે અજાણ્યા યુવકોએ મોબાઇલમાં (Mobile) વાત કરતા વિદ્યાર્થીના ગળે ચપ્પુ જેવું તિક્ષ્ણ હથિયાર મારીને તેના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી ફરાર થઇ ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, પાંડેસરા વિસ્તારમાં આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતો 23 વર્ષિય સંદીપરામ સિરોમન પાલ ડી-માર્ટ મોલમાં કામ કરી ઘરમાં પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઇ રહ્યો છે. વધુમાં તેને ભણવાની ઈચ્છા હોવાથી કોમ્યુટર ક્લાસમાં જઈ રહ્યો હતો. આજે સંદીપરામ કોમ્યુટર ક્લાસમાં જવા માટે ઘરની બહાર જ નીકળ્યો હતો, એ સમયે સંદીપ મોબાઈલમાં વાત કરી રહ્યો હતો ત્યારે બે અજાણ્યા ઈસમોએ તેનો મોબાઈલ છીનવી કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી નાંખ્યું હતું. સંદિપ ઘર પાસે જ હોવાથી સોસાયટીમાં જ હોવાથી તે તાત્કાલીક ઘરે આવ્યો હતો. પાડોશીઓએ સંદિપને 108 મારફતે તાત્કાલીક નવી સિવિલ હોસ્પિ.માં લઇ આવતા ડોક્ટરોએ સારવાર કરીને દાખલ કર્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસને ઘટના સ્થળેથી એક ચપ્પુ પણ મળી આવ્યું હતું.

ચાવી બનાવનારાથી ચેતજો: ચાવી બનાવવાના નામે ઘરમાં દોઢ લાખની ચોરી
સુરત : (Surat) ઘરમાં (House) તિજોરીની (Safe) ચાવી (Key) બનાવનારને ઘરમાં ઘૂસાડવાના હોવ તો દસ વખત વિચારજો. આવા જ એક ચીટરે (Cheater) ચાવી બનાવવાના બ્હાને ઘરમાં ઘૂસ્યો અને છેલ્લા ચાર મહિનામાં ચાર ઘરોમાં ધાપ મારી હતી. આ ચીટર ચીકલીગર તે જે ઘરમાં પ્રવેશતો ત્યાં પરણિતાઓની નજર ચૂકવવાના પ્રયત્નો કરતો હતો. જો તે નજર ચૂકી જાય તેવા સંજોગોમાં તિજોરીને ખોલીને તેમાં પડેલા તમામ દાગીનાઓની ચોરી કરી લેતો હતો. દરમિયાન આવા ચાર કેસો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિટેકટ કરવામાં આવ્યા હોવાની વિગત જાણવા મળી છે.

આ મામલે ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યાનુસાર, સુથારસિંઘ જલસિંઘ ચિકલીગર (ઉ. વર્ષ 29, રહે.એકતા નગર, માડા કોલોની, નંદુરબાર)નો સમાવેશ થાય છે. આ ચીટરે સગરામપુરા લાલવાડી, પાંડેસરા નાગસેન નગર, સોનગઢમાં શ્રી નગર સોસાયટીમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. દસ દિવસ પહેલા આ આરોપીએ પાંડેસરા સુખીનગરમાં ચોરી કરતા આ આરોપીને ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ આરોપીએ પાંચ લાખ કરતા વધારેની ચોરી (Theft) કરી હોવાનુ હાલમાં ખૂલ્યું છે. તેમાંથી દોઢ લાખના સોનાના દાગીના (Gold Jewelry) પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યાં છે, આ આરોપી ઉપર શહેરમાં અઠવાલાઈન્સ, કતારગામ, પાંડેસરામાં પહેલાથી ગુના દાખલ થયેલા છે. આ ઉપરાંત આ આરોપીએ ઔરંગાબાદ અને નંદુરબારમાં પણ ધાપ મારી હતી.

Most Popular

To Top