SURAT

સૂર્યા મરાઠી ગેંગના સાગરિતને સુરત ક્રાઈમ બ્રાન્ચે લોડેડ રીવોલ્વર સાથે પકડ્યો

સુરત: (Surat) વેસુ ખાતે વી.આર.મોલ (VR Mall) સામે આવેલા સુમન આવાસમાં રહેતા સૂર્યા મરાઠીના (Surya Marathi) સાગરીત કુખ્યાત રૂપેશ ઉર્ફે બાલાજી કાશીનાથ પાટીલને ક્રાઈમ બ્રાંચે (Crime Branch) લોડેડ રીવોલ્વર (Revolver) સાથે ઝડપી પાડ્યો (Arrest) હતો. કતારગામમાં તેની ઉપર કોઈ હૂમલો (Attack) કરશે તેવા ડરથી મધ્યપ્રદેશથી તેને રિવોલ્વર ખરીદી હતી.

  • કુખ્યાત રૂપેશ પાટીલને ક્રાઈમ બ્રાન્ચે વી.આર. મોલ પાસેના સુમન આવાસમાંથી પકડ્યો
  • સૂર્યા મરાઠીની હત્યા બાદ તે વેડરોડ છોડી વેસુ રહેવા જતો રહ્યો હતો
  • કતારગામમાં તેની ઉપર હુમલો થશે તે ડરથી ચાર મહિના પહેલા એમપીથી રિવોલ્વર ખરીદી હતી

ક્રાઈમ બ્રાંચની ટીમને વેસુ વી.આર.મોલ સામે આવેલા સુમન આવાસમાં રહેતા કુખ્યાત રૂપેશ ઉર્ફે બાલાજી કાશીનાથ પાટીલ પાસે રીવોલ્વર હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રિવોલ્વર જેમાં છ કાર્ટીઝ લોડ હતી. ક્રાઈમ બ્રાંચે 25 હજારની કિમતની રીવોલ્વર સહીત કુલ 11 કાર્ટીઝ કબજે કરી હતી. આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું છે કે, આરોપી અગાઉ વેડરોડ ઉપર આવેલી રૂપલ સોસાયટીમાં ભાડાના મકાનમાં બાળપણથી રહેતો હતો. આ વિસ્તારમાં યુ.પી.વાસી ટુનટુન નામનો વ્યક્તિ અને સૂર્યા મરાઠી જુથ વચ્ચે કાયમ સંઘર્ષ રહેતો હતો. કુખ્યાત મર્હુમ સૂર્યા મરાઠીએ ગ્રૂપ બનાવ્યું હતું. જેમાં આરોપી રૂપેશ પણ સૂર્યા મરાઠી સાથે કામ કરવા લાગ્યો હતો. સૂર્યા મરાઠીની વર્ષ 2019 માં હત્યા થયા બાદ સૂર્યા મરાઠી ગેંગના માણસો આ વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં રહેવા જવા લાગ્યા હતા. જેમાં રૂપેશ પણ પોતાના માતા પિતા સાથે વેસુ, સુમન આવાસમાં રહેવા માટે ગયો હતો. પરંતુ તેને ડર હોય કે, તે વેડરોડ ઉપર જશે ત્યારે તેના ઉપર હુમલો થશે તેવા ડરને લઇને તેને ચારેક મહિના પહેલા મધ્યપ્રદેશથી એક અજાણ્યા પાસેથી રીવોલ્વર અને 11 કાર્ટીઝ ખરીદી કરી હતી.

વર્ષ 2012 માં સૂર્યા મરાઠી સાથે હત્યાના પ્રયાસના ગુનામાં પકડાયો હતો
રૂપેશ સામે કીમ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો વર્ષ 2014 માં નોંધાયો હતો. આ સિવાય ચોકબજાર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 10 જેટલા ગુના નોંધાયા છે. જેમાં હત્યા, અપહરણ સહિતના ગુના પણ સામેલ છે. આ સિવાય પૂણા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો દાખલ છે. તથા વર્ષ 2012માં સૂર્યા મરાઠી સાથે ચોક બજાર પોલીસમાં ખુનની કોશિષના ગુનામાં પકડાયો હતો.

Most Popular

To Top