સુરત : જો કોઇ પતિ પત્ની(Wife)ની હાંસી(Fun) ઉડાવી, તેણીની ગરીમાનું અપમાન(humiliation) કરી તેનું સન્માન ન કરે તો તેને પણ જાતિય હિંસા(Sexual violence) જ ગણાય છે. તેમ ટાંકીને કોર્ટે એક પતિને આદેશ કરી રૂ.7 હજારનું ભરણપોષણ ચૂકવી આપવા માટેનો આદેશ આપ્યો હતો.
- પત્નીની હાંસી ઉડાવવી તે પણ ઘરેલું હિંસા કહેવાય : કોર્ટ
- નાની નાની બાબતોમાં સ્ત્રીની ગરીમાનું અપમાન, માનભંગ કે સન્માન તોડે તો તેને પણ જાતિય હિંસા જ ગણાય : કોર્ટનું તારણ
- પત્નીને 7 હજાર ભરણપોષણ ચૂકવવા કોર્ટનો પતિને આદેશ
આ કેસની વિગત મુજબ વેસુ વિસ્તારમાં રહેતા ઉષા ગણેશવાલાના લગ્ન તા. 30-04-2012ના રોજ ઉદય ગણેશવાલાની સાથે થયા હતા. લગ્ન બાદ ઉદયના પરિવારજનોએ ઉષાબેનને નાની-નાની બાબતો તેમજ લગ્નના કરિયાવરમાં ઓછી વસ્તુઓ લાવી છે તેમ કહીને ત્રાસ આપ્યો હતો. ઉષાને શ્રીમંત વિધી વખતે પણ ઉદયના પરિવારજનોએ મોટો ઝઘડો કર્યો હતો. ઉષાબેનને સંતાનમાં પુત્રીનો જન્મ થયો હતો અને તેણીને પેશાબનું ઇન્ફેક્શન થયું ત્યારે પણ સાસરીયાઓ દ્વારા હેરાન કરાઇ હતી. આ ઉપરાંત તેઓ ઉષાને નાની બાબતોમાં હેરાન કરી તેઓની હાંસી ઉડાવતા હતા અને ગરીમા પણ જાળવતા ન હતા.
પત્નીની હાંસી ઉડાવવી તે પણ હિંસા જ ગણાય: કોર્ટ
આખરે ઉષાબેનએ વકીલ પ્રીતિ જીજ્ઞેષ જોષી મારફતે સુરતની ફેમિલી કોર્ટમાં કેસ કરીને ભરણપોષણ માંગ્યું હતું. કોર્ટે આ બાબતને ગંભીરતાથી લઇને ચૂકાદો આપતા કહ્યું કે, જ્યારે નાની નાની બાબતોમાં સ્ત્રીની ગરીમાનું અપમાન, માનભંગ કે સન્માન તોડે અને પત્નીની હાંસી ઉડાવવી તે પણ હિંસા જ ગણાય છે તેમ ટાંકીને પતિ ઉદયને આદેશ કરી દર મહિને રૂ.7 હજારનું ભરણપોષણ ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો.
માનસિક બિમાર પત્નીનો આપઘાત : ગભરાયેલો પતિ પત્નીને હોસ્પિટલમાં મુકી ફરાર
સુરત : ઉન વિસ્તારમાં રહેતી પરિણીતાએ માનસિક બિમારીથી ત્રાસી જઇ ફાંસો ખાઇ લીધો હતો. પતિ પત્નીને ખાનગી હોસ્પિટલમાં લઇ જતા ત્યાં તેને ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. જેથી ભયભીત થયેલો પતિ હોસ્પિટલમાં જ મૃતદેહ મુકીને ભાગી ગયો હતો. બનાવની જાણ પોલીસને થતા પોલીસે લાશનો કબ્જો લઇ પોસ્ટ મોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ રવાના કરી હતી. નવી સિવિલ હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ઉન તિરૂપતિ નગરમાં રહેતા રાજેશ સહાની કલર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાજેશ સહાનીની પત્ની રાજકુમારી (ઉ.વ.22)એ ગઇકાલે સાંજના સમયે રાજેશ ઘરની બહાર કામ માટે ગયો હતો. તે સમયે ઘરનો દરવાજો બંધ કરી છતના હુંક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતા સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા અને દરવાજો તોડ્યો હતો. પરત ઘરે ફરેલા રાજેશને પત્નીએ ફાંસો ખાધો હોવાનું જોતા જ તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં ફરના તબીબે રાજકુમારીને મૃત જાહેર કરી હતી. જેથી પતિ રાજેશ ડરી ગયો હતો અને પત્નીને મૃત હાલતમાં જ હોસ્પિટલમાં છોડીને ભાગી ગયો હતો. બાદમાં સચિન જીઆઇડીસી પોલીસે પરિણીતાનો મૃતદેહ પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.