SURAT

ગ્રીષ્મા હત્યા કેસમાં બુધવારે કઠોર કોર્ટથી કેસ સુરતની સેશન્સ કોર્ટમાં કમિટ કરાશે

સુરત : ગ્રીષ્મા હત્યા કેસમાં ( murder case) સોમવારે (Monday) ફેનિલની (Fenil) સામે 2500 પાનાની e (ChargeSheet) દાખલ થઇ હતી, આ કેસ સેશન્સ ટ્રાયેબલ હોવાથી આવતીકાલે બુધવારે (Wednesday) કઠોરની કોર્ટમાંથી કેસ કમિટ થઇને સુરતની કોર્ટમાં ટ્રાન્સફર (Transfer) કરવામાં આવશે. ત્યારબાદ ફેનિલની સામે ચાર્જફ્રેમની કાર્યવાહી કરીને આ કેસમાં સાક્ષીઓની જુબાની લેવામાં આવશે.

મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, કામરેજ પોલીસે ફેનિલની સામે 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે જેમાં 23 પંચનામા, 190 સાક્ષીઓ, 188 દસ્તાવેજી પુરાવા ઉપરાંત મેડીકલનો પુરાવો, ફોરેન્સીક પુરાવો અને ઇલેક્ટ્રોનિક પુરાવો રજૂ કરવામાં આવ્યો છે. ફેનિલની સામે હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. હત્યાનો કેસ સેશન્સ ટ્રાયેબલ હોય છે એટલે કે આ કેસની સુનાવણી સેશન્સ કોર્ટમાં કરવામાં આવે છે. કઠોર કોર્ટમાંથી આ કેસ કમિટ થઇને આવતીકાલે બુધવારે સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યારબાદ આ કેસમાં ફેનિલની સામે ચાર્જફ્રેમની કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારબાદ સાક્ષીઓને બોલાવીને આ કેસની સુનાવણી કરવામાં આવશે. આ કેસમાં ઝડપભેર ટ્રાયલ પુરી કરીને ગ્રીષ્માને ન્યાય મળે તેવા પ્રયાસો કરવામાં આવશે તેવું પણ નયન સુખડવાલાએ ઉમેર્યું હતું.

દીકરી નહિ પરંતુ તમારા દીકરાને સંસ્કાર આપો: પો. કમિ. તોમાર
સુરત : ગ્રીષ્માની હત્યા બાદ સૌરાષ્ટ્ર પાટીદાર સમાજની ઉંઘ ઉડી ગઇ છે. શહેરમાં અત્યાર સુધી પાટીદાર સમાજ સુધી ચળવળ ચલાવતો આ સમાજ શહેરમાં પ્રથમ વખત સર્વ સમાજ નાગરિક સમિતીના નેજા હેઠળ આ સમાજમાં ફરીથી આવો ગંદો કાંડ નહી થાય તે માટે મનોમંથનનો મહાયજ્ઞ આયોજિત કરાયો હતો. તેમાં સુરતના પો.કમિ. અજય તોમરે શહેરના તમામ સમાજને પોતાના પરિવારમાં નજર રાખવા માટે અપીલ કરી છે. કમિ અજય તોમરે જણાવ્યું હતું કે, તમારી દીકરી તો સંસ્કારી છે પરંતુ તમારા દીકરાઓને સંસ્કાર આપવાનો સમય આવી ગયો છે. તમારા દીકરાઓને સમજાવો કે જેમ આપણા ઘરમાં માતા અને બ્હેન છે તેમ આપણા પડોશી કે પછી ફળિયામાં જે મહિલાઓ કે યુવતીઓ રહે છે તે પણ આપણી માતાઓ અને બહેનો છે. જો દીકરાઓમાં સંસ્કારનુ સિંચન કરાશે તો આપોઆપ આ શહેરમાં ગ્રીષ્મા જેવા હત્યાકાંડ નહી બને. સુરત શહેર પોલીસ હોય કે જિલ્લા પોલીસ, પોલીસ નિષ્ફળ હોય તો તે જવાબદારી સ્વીકારવાની કમિ. તોમરે તૈયારી બતાવી હતી પરંતુ સાથે સાથે કહ્યું હતું કે, જયારે બે પ્રેમી કે પરિવારમાં હત્યા થાય તો તેના માટે પોલીસ કેવી રીતે જવાબદાર બની શકે? પારિવારીક અને મિત્રો એક બીજાની હત્યા કરે છે અને પોલીસ પર ઠીકરૂં ફોડાઈ રહ્યું છે. આ તો કેવી રીતે ચલાવી લેવાય?

Most Popular

To Top