સુરત: (Surat) શહેરમાં પાલનપોર ગામ સ્થિત પાર્શ્વનાથ સોસાયટીમાં શનિવારે બપોરે એક મકાનનો દરવાજો (Door) અંદરથી લોક થઇ ગયો હતો. મકાનના રૂમમાં એક વૃદ્ધ દંપતી લોક થઇ જતા ફાયર બ્રિગેડ (Fire Brigade) બોલવવાની નોબત આવી હતી.
- દંપતિ વચ્ચે ઝગડો થતાં રૂમનો દરવાજો લોક કર્યો પછી ખોલાવવા ફાયર બ્રિગેડ બોલાવવું પડ્યું
- પાલનપોર ગામની પાર્શ્વનાથ સોસાયટીમાં બનેલી ઘટના
ફાયર સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ, પાલનપોર ગામ કેનાલ રોડ ઉપર પાર્શ્વનાથ સોસાયટી આવી છે. શનિવારે બપોરના સમયે આ સોસાયટીના મકાન નંબર આઈ-2-403ના રૂમનો દરવાજો અંદરથી લોક થઇ ગયો હતો. તેથી મકાનમાં રહેતા 67 વર્ષીય હરીશ ખેડાવાળા અને તેમનાં 65 વર્ષીય પત્ની માણેક ખેડાવાળા ઘરમાં જ પૂરાઇ ગયા હતા. તેમના પુત્ર ઉમેશ ખેડાવાળાએ ફાયર કંટ્રોલને જાણ કરતા પાલનપુર ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બાદમાં ફાયરની ટીમે દરવાજો તોડીને દંપતિને સહીસલામત રીતે બહાર કાઢ્યું. લોક થયેલા દંપતી વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો દરમિયાન તેઓએ દરવાજો અંદરથી લોક કરી નાખ્યો હતો. ઘટના સ્થળે પાલ પોલીસ મથકનો કાફલો પણ પહોંચી ગયો હોવાનું ફાયરના સૂત્રોએ જણાવ્યું હતું.