SURAT

સુરતના આ વિસ્તારમાં 24 કલાક પાણી પુરવઠો આપવાની પાલિકાની તૈયારી

સુરત: (Surat) સુરત મનપા (Corporation) દ્વારા છેલ્લા ઘણા વરસોથી શહેરમાં 24 કલાક પાણી યોજના (Water supply) લાગુ કરવા માટે મથામણ કરવામાં આવી રહી છે. ન્યુ નોર્થ ઝોન વિસ્તારમાં પાયલોટ પ્રોજેકટ 10 વર્ષ પહેલા ચાલુ કરાયો હતો. જો કે હજુ ત્યાં પણ આ યોજના ગડથોલિયા ખાઇ રહી છે. પરંતુ ભવિષ્યના આયોજનોને ધ્યાને રાખી સુરત મનપાનું તંત્ર શહેરીજનોને 24 કલાક પાણી પુરવઠો મળી શકે તે માટે મથામણ કરી રહ્યું છે.

  • કનેક્શનો પર ઓટોમેટિક વોટર મીટર લગાડવા તથા સ્કાડા સિસ્ટમ ઉભી કરવા યોજના
  • ટેન્ડરમાં 51.27 કરોડની લોએસ્ટ ઓફર આવી

અગાઉ પાલ-પાલનપોર વિસ્તારમાં પણ આ યોજના માટે એજન્સીને કામ સોંપાયા બાદ હવે જહાંગીરપુરા વિસ્તારમાં 24 બાય 7 હેઠળ પાણીના નેટવર્કની કામગીરી પુર્ણ થતાં હવે જરૂરી ઓટોમેટિક વોટર મીટર લગાડવા તથા સ્કાડા સિસ્ટમ ઉભી કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત હવે રાંદેરની 6 ટી.પી.સ્કીમો, ટી.પી નં 29,30,42,43,44,46માં 24 બાય 7 ધોરણે પાણી પુરવઠો પુરો પાડવા જરૂરી ઓવરહેડ ટાંકી તથા નેટવર્કની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે તેથી જરૂરી સ્કાડા સિસ્ટમ સહિત ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને ઇન્સ્ટુમેન્ટેશન કામગીરી કરવામાં આવનાર છે. જે માટે કનેકશનો પર ઓટોમેટિક મીટર રિડિંગ (એ.એમ.આર) લગાવવા અને આ મીટરના રિડિંગ, બિલિંગ તથા સમગ્ર નેટવર્કનું સ્કાડા સિસ્ટમ સહિત 10 વર્ષ સુધી મરામત અને નિભાવ કરવાની જરૂરિયાત ઉભી થતાં પાલિકાએ ટેન્ડર મંગાવ્યા હતા. જેમાં આ કામ માટે 51.27 કરોડની લોએસ્ટ ઓફર આવી છે.

સુરત મનપાને રાજ્ય સરકારની દિવાળી ભેટ : રસ્તાના કામો માટે 84 કરોડ ફાળવ્યા

સુરત: શહેરમાં આ વર્ષે ચોમાસા બાદ રસ્તાઓની હાલત બદ્દતર થઈ ગઈ હતી. શહેરના મોટા ભાગના રસ્તાઓ ખખડધજ થઈ ગયા હતા અને જેને કારણે શાસકો પર ચોમેરથી માછલા ધોવાયા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા તાકીદે રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને હવે સુરત મહાનગરને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રૂ. 84.71 કરોડના શહેરી સડક યોજનાના કામોને મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રોડ રિ-કાર્પેટ માર્ગો પહોળા કરવા-સી.સી રોડ સહિતના 302 વિવિધ કામો માટે રૂ. 84 કરોડ વાપરવામાં આવશે. આ કામોમાં રસ્તા કારપેટના 16, રિ-કાર્પેટના 210, હયાત માર્ગો પહોળા કરવાના કે નવા રસ્તા બનાવવાના 44, ફૂટપાથ બનાવવાના 4 તેમજ સી.સી. રોડના 28 કામોનો સમાવેશ કરાયો છે.

Most Popular

To Top