SURAT

રેલવે વિભાગ પાસેથી સુરત મનપાએ લેવાની થતી આ જગ્યાઓનો ઉકેલ લાવવા રેલમંત્રીને રજુઆત

સુરત: (Surat) વરાછા મેઇન રોડ પર પોદાર આર્કેડ પાસે રેલ્વે વિભાગ (Railway Department) દ્વારા એફ.પી. સિવાયના રસ્તામાં આવતો ઓપન પ્લોટનો કબ્જો આપવામા આવ્યો નથી. જેના લીધે પોદાર આર્કેડથી ખાંડબજાર રેલ્વે ગરનાળા સુધીના રસ્તા પર ટ્રાફીકને ખુબ જ અડચણ રૂપ થાય છે. આ જગ્યાનો કબ્જો (Occupancy of space) ન મળવાને કારણે બી.આર.ટી.એસ. રૂટની કામગીરી પુર્ણ થઇ શકી નથી. અહી રસ્તાને લાગુ જમીનનો કબ્જો મનપાએ રેલ્વે વિભાગ પાસેથી લેવાનો થાય છે. હાલમાં ત્યાં બોટલનેક થઇ ગયું છે તેમજ મુખ્ય રસ્તા પરના ટ્રાફીકને ખુબજ અડચણ રૂપ છે. આ મુદ્દે હસ્તક્ષેપ કરીને મનપાને જમીનનો કબજો અપાવવા માટે પુર્વ નગરસેવક અને ટી.પી. સમિતીના પૂર્વ ચેરમેન કાન્તિ ભંડેરીએ સુરતના સાંસદ અને રેલ્વેમંત્રી દર્શના જરદોષને રજુઆત કરી છે.

આ ઉપરાંત રેલ્વે સાથે મનપાના જમીન અંગેના અન્ય પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા પણ માંગણી કરી છે. જેમાં રેલ્વે લાઇનને સમાંતર રેલ્વેની હદમાં આવેલ ઝુંપડપટ્ટીનુ ન્યુસન્સ હટાવવા માટે રેલ્વે વિભાગ દ્વારા સંપાદન કરવામા આવેલી કુલ ૧,૯૯,૫૫૫.૦૦ ચો.મી. જમીન ( ડ્રાફટ ટી.પી.સ્કીમ નં. ૪૦ લીંબાયત-ડીંડોલી પૈકીની ૧,૨૭,૯૨૯.૦૦ ચો.મી. જમીનમાં રેલ્વે વિભાગ દ્રારા EWS ના મકાનો બનાવીને રેલ્વેની હદમા આવેલ તમામ ઝુપડપટ્ટીના વસવાટ કરતા લોકોને વૈકલ્પીક વ્યવસ્થા પુરી પાડવાની માંગ કરવામાં આવી છે.

એલ.એચ.રોડ, વરાછારોડ તથા સહારા દરવાજા પરના અંડરપાસની આજુબાજુની રેલ્વે વિભાગની ખુલ્લી જમીનોમા ખુબજ ગંદકી હોય છે જેની સફાઇ કરાવી સ્વચ્છ રાખવા, એલ.એચ. ગરનાળાથી આંજણા ગરનાળા સુધી રેલ્વે વિભાગ દ્વારા દિવાલ બનાવવા અને,પોદાર આર્કેડથી શ્રીધર પેટ્રોલ પંપ સુધી વરાછા અને એલ.એચ. રોડને જોડતા રસ્તાની બંને બાજુ ૩.૦૦ મી.ના એલાઇનમેન્ટમા આવતી રેલ્વે વિભાગની જમીનનો કબ્જો સુરત મહાનગરપાલિકાને સુપ્રત કરાવવા પણ માંગણી કરી છે.

ઝડપથી તૈયાર થશે ચોર્યાસી તાલુકાના આ ગામોના રસ્તા

સુરત: સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વિવિધ ગામોનાં ૨સ્તા ખુબ બિસ્માર હાલતમાં હતાં. આ બાબતે વિવિધ ગામોનાં સરપંચઓ, કાર્યકર્તા દ્વારા બારડોલી વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના સામાજિક, ન્યાય અને અધિકારી મંત્રી ઈશ્વ૨ભાઈ પ૨મા૨, સુરત જીલ્લા ભાજપ પ્રમુખ સંદિપભાઈ દેસાઈ તથા ચોર્યાસી તાલુકા વિધાનસભાના ધારાસભ્ય ઝંખનાબેન પટેલ તથા ઓલપાડ તાલુકાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલને વારંવાર ધારદાર રજુઆતો કરવામાં આવી હતી.

આ બાબતે તમામ હોદ્દેદારો ભેગા મળી ગાંધીનગર ખાતે રૂબરૂ જઈ ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી તથા માર્ગ અને મકાન વિભાગનાં મંત્રી નિતીનભાઈ પટેલને ચોર્યાસી તાલુકાનાં એકથી બીજા ગામનાં રસ્તા ડામર સપાટીનાં બનાવવા માટે ધારદાર રજુઆત કરી હતી. નીતીનભાઈ પટેલ દ્વારા ચોર્યાસી તાલુકાનાં નવ જેટલાં ૨સ્તાઓ ડામર સપાટીના બનાવવા માટે મુખ્યમંત્રી ગ્રામ સેવા હેઠળ રૂા.૯૮૦/- લાખ મંજુર કરવામાં આવ્યા હતા. આ ૨સ્તાની લંબાઈ અંદાજીત ૧૨.૩૫ કી.મી. જેટલી છે. અને અંદાજીત ખર્ચ ૯૮૦ લાખ થનાર છે. આ રસ્તાની મંજુરી મળતા ચોર્યાસી તાલુકાનાં ગામોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

કયા કયા રસ્તાઓ બનાવવામાં આવશે

  • કવાસ ગામથી તાપી કિનારે જતો રોડ
  • ભાણોદરા ગામે સ્કુલ પાસેથી પસાર થતી ખાડીના કિનારે જતો રોડ
  • વાંઝ-બોણંદ રોડથી વાંઝ–ખરવાસા (દાંડી માર્ગ એન.એચ.) ને જોડતો નહેર પાસેનો રોડ
  • વાંઝ-ખરવાસા (દાંડીમાર્ગ એન.એચ.) રોડથી (આશ્રમશાળા રોડ) ઇકલેરા ભણોદરા રોડને જોડતો નહેર પાસેનો રોડ
  • વક્તાણા ગામેથી ભાટીયા નહેરથી નેશનલ હાઇવે સુધીનો રોડ
  • વક્તાણા ગામ પાસે ખરવાસા ભાટીયા મેઇન રોડથી પચાસવાળી નાળનો નવા તળાવ સુધીનો રોડ
  • દામકા બ્રાહ્મણ ફળીયા મેઇન રોડથી નહેરની બાજુમાંથી ભાસ્તા તરફનો રોડ
  • દામકા ભાસ્તા રોડથી ભટલાઇ તળાવ સુધીનો રોડ
  • રાજગરી ગામે મોરા સુંવાલી રોડથી રાજગરી છબછબાઇબ રોડ

Most Popular

To Top