SURAT

સુરત મનપાનો ફૂડ વિભાગની કામગીરી: અઢી વર્ષમાં ખાદ્ય વાનગીઓનાં 4890 સેમ્પલમાંથી ફક્ત 202 ફેઈલ

સુરત: (Surat) સુરત મનપાના ફૂડ વિભાગ (Corporation Food Department) દ્વારા દર વર્ષે તહેવારો નજીક આવતા જ વિવિધ મીઠાઈ બનાવનારી સંસ્થાઓ પાસેથી સેમ્પલો લેવામાં આવતાં હોય છે. પરંતુ તહેવારોના ગણતરીના દિવસો પહેલાં જ લેવામાં આવતા આ નમૂનાઓના રિપોર્ટ તહેવાર પૂર્ણ થયા બાદ આવતા હોય છે. એટલે કે, શહેરીજનો મીઠાઈઓ ઝાપટી લે. ત્યારબાદ સેમ્પલોના રિપોર્ટ આવતા હોય, આ સેમ્પલો (Sample) લેવાનો પણ કોઈ મતલબ રહેતો નથી. મનપાના આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા છેલ્લાં અઢી વર્ષમાં કુલ 4890 સેમ્પલ લેવામાં આવ્યાં છે. જે પૈકી 202ના રિપોર્ટ નાપાસ આવ્યા છે. જે પૈકી 147ના ચુકાદા આપી દેવાયા છે અને 55ના હજી કોર્ટમાં પેન્ડિંગ છે.

આરોગ્ય વિભાગની ફૂડનાં સેમ્પલો બાબતની આ નબળી કામગીરી અંગે થોડા દિવસ પહેલાં જ આરોગ્ય સમિતિ ચેરમેને ફૂડ વિભાગના તમામ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. તેમજ આ નબળી કામગીરી અંગે પણ પ્રશ્નો કર્યા હતા. અને હવેથી દરેક સેમ્પલોના રિપોર્ટ અંગે ચેરમેનને તમામ માહિતીઓ આપવા માટે પણ અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ આરોગ્ય સમિતિ ચેરમેન દ્વારા પણ આ કામગીરીનો દરરોજ રિવ્યુ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

  • છેલ્લાં વર્ષોમાં લેવામાં આવેલા નમૂના
    વર્ષ નમૂનાની સંખ્યા પાસ નાપાસ
  • 2019 1553 1463 90
  • 2020 2047 1962 85
  • 2021 1290 1263 27
  • કુલ 4890 4688 202
  • કેટલાં સેમ્પલોના ચુકાદા આવ્યા અને કેટલા પેન્ડિંગ?
    વર્ષ કુલ નાપાસ ચુકાદા પેન્ડિંગ દંડ
  • 2019 90 80 10 13.46 લાખ
  • 2020 85 67 18 6.26 લાખ
  • 2021 27 00 27 00
  • કુલ 202 147 55 19.72 લાખ

ગણેશ વિસર્જનના આગલા દિવસે જ મનપાના નવા વરાયેલા અધિકારીઓને ખાતા ફાળવાયા

સુરત: ગણેશ વિસર્જનના આગલા દિવસે જ મનપામાં નવા વરાયેલા અધિકારીઓને ખાતાની ફાળવણી સાથે અધિકારીઓની બદલીના આદેશો મ્યુનિ.કમિ. દ્વારા કરવામાં આવ્યા હતા. મ્યુનિ.કમિ. દ્વારા જે આદેશો કરવામાં આવ્યા તેમાં એડિશનલ સિટી ઇજનરે અક્ષય પંડયાને મહત્વના ગણાતા હાઇડ્રો‌‌લિક અને બ્રિજ સેલ ‌વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો. જયારે એડિ. સિટી ઈજનેર ધર્મેશ ભગવાકરને ઉધના ઝોન-એના ઝોનલ ચીફ બનાવવામાં આવ્યા હતા. જ્યારે ઉધના ઝોન-એના ઝોનલ ચીફ ડી.સી.ગાંધીને તેની જવાબદારીમાંથી મુક્ત કરાયા હતા.

અન્ય જે અધિકારીઓને ખાળા ફાળવવામાં આવ્યા તેમાં મનપાના નવા ચીફ ઓડિટર તરીકે હિમાંશુ શેઠની વરણી કરાયા બાદ તે કામગીરીમાંથી ડે.કમિ. સ્વાતિ દેસાઈને મુક્ત કરાયા હતા. અને હવે તેમણે સેક્રેટરી ‌વિભાગ સાથે રિક્રુટમેન્ટ અને ઓન લાઇન હાજરીની કામગીરી જોવાની રહશે. જયારે નવ ‌નિયુક્ત આસિસ્ટન્ટ ક‌મિશ્નર એમ.ડી.સોંલકીને વેસ્ટ ઝોનના આસિસ્ટન્ટ ક‌મિશ્નર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. નિમણુંક પામેલા 4 કાર્યપાલક ઇજનેર પૈકી કાર્યપાલક ઇજનેર ‌‌‌મિનેશ પટેલને ધર્મેશ ભગવાકરની જગ્યા પર હાઇડ્રો‌લિક ‌વિભાગના કાર્યપાલકનો ચાર્જ સોંપવામાં આ‍વ્યો છે.

Most Popular

To Top