સુરત મનપાનું 6970 કરોડનું ડ્રાફ્ટ બજેટ: સુરતીઓને આ વર્ષે પણ મળી શકે છે વેરા વધારામાં રાહત

સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાના કમિશનર દ્વારા ગુરુવારે રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં (Draft Budget) વેરા ના દરો (Tax Rates) માં કોઈ વધારો નહીં કરવાનું સૂચન કરાયું છે. જોકે યુઝર ચાર્જ માં ૧૨.૪૭ કરોડ નો વધારો સૂચવાયો છે. જોકે તેમા પણ 400 ચો.મી. થી મોટી બિલ્ડિંગો માટે જ યુઝર ચાર્જ વધશે. મિલકતવેરામાં ઓનલાઇન સેલ્ફ એસેસ્મેન્ટની જોગવાઇ કરશે તો બીજી તરફ ઇલેક્ટ્રિક વાહનોના રજીસ્ટ્રેશન શુલ્કમાં 100 ટકા માફી આપવામાં આવશે. કમિશનર દ્વારા વર્ષ 2022-2023 માટે કુલ અંદાજીત 6970 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં કુલ કેપિટલ બજે 3183 કરોડ રુપિયા છે. આ વખતના બજેટમાં સુરત શહેરને વૈશ્વિક દરજ્જાની સ્માર્ટ સિટી બનાવવાનો સંકલ્પ કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને સુરત મેટ્રો પ્રોજેક્ટ, બ્રિજ સિટી સુરતમાં નવા વધુ બ્રિજ, શહેરીજનોની સુખાકારી અને સુવિધા સાથે આરોગ્ય લક્ષી સુવિધાઓ વધારવામાં પણ પાલિકાની કામગીરી અગ્રેસર રહેશે. જેમાં ખાસ કરીને સુરત શહેરમાં 76 કિલોમીટરના નવા સાયકલ ટ્રેક બનશે. આ સાયકલ ટ્રેક દરેક ઝોનમાં બનાવવાનું પાલિકાનું આયોજન છે. બાઈસિકલની સંખ્યા જે હાલ 1126 છે તેને બમણી કરવામાં આવશે. ઉપરાંત શહેરમાં 27 નવા બ્રિજ બનાવવા માટેનું પાલિકા દ્વારા આયોજન કરાશે.

સ્માર્ટ સિટી સુરત જે બ્રીજ સિટી તરીકે પણ ઓળખાય છે તેમાં પાલિકા દ્વારા વધુ 27 બ્રીજ બનાવવા અને ફિઝીબીલીટી હેઠળના કામોનું સૂચન ડ્રાફ્ટ બજેટમાં કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ 2022-2023માં 2 રીવર બ્રીજ, 13 ફ્લાય ઓવર બ્રીજ, 5 રેલવે ઓવર બ્રીજ અને 7 ખાડી બ્રીજ બનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. પાલિકા કમિશનર દ્વારા 2022-2023ના વર્ષમાં જે 9 બ્રીજ બનાવવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે તેની કુલ પ્રોજેક્ટ કોસ્ટ 566.94 કરોડ રુપિયા છે. આ ઉપરાંત આભવાથી ઉભરાટ વિસ્તારને જોડતા સુડાના 45 મીટરના ટીરી રસ્તા પર આવતી મિંઢોળા નદી પર હાઈ લેવલ બ્રીજનું આયોજન કરાશે. સુરત સચીનથી નવસારી જતા સ્ટેટ હાઈવે પર સચીન નજીક રેલવે બ્રીજ બનાવવામાં આવશે. વરાછા વિસ્તારમાં સાકેત ધામ નજીક ખાડી બ્રીજ થકી સુરત કામરેજ અને સુરત કડોદરા રોડને જોડતી નવી કનેક્ટીવીટીનું આયોજન કરાશે.

  • સૂચિત બ્રીજ
    આભવાથી ઉભરાટ વિસ્તારના જોડતા સુડાના 45 મીટરના ડીપી રસ્તામાં આવતી મીંઢોળા નદી પર હાઈ લેવલ બ્રીજ (150 કરોડ)
  • સાઉથ ઇસ્ટ ઝોન લિંબાયકમાં ટીપી 62માં ડીંડોલી ખૅવાસા રોડ અને મીડલ રિંગરોડ જંક્શન સાંઈ પોઈન્ટ પાસે ચાર રસ્તા પર સર્કલ ફ્લાયઓવર બ્રીજ
  • નોર્થ ઝોન કતારગામ વિસ્તારમાં રત્નમાલા જંક્શન પર ફ્લાયઓવર બ્રીજ
  • ઇસ્ટ ઝોન વરાછામાં સુરત બારડોલી રોડ ઉપર એપીએમસી જંક્શન નજીક ફ્લાયઓવર બ્રીજ
  • ઉધના ઝોનમાં પત્રકાર કોલોની જંક્શન ઉપર ફ્લાયઓવર બ્રીજ
  • લિંબાય ઝોનમાં ડીંડોલી માન સરોવર સોસાયટી પાસે રેલવો ઓવર બ્રીજ
  • સુરત મુંબઈ મેઇન રેલવે લાઈન પર સનાબીલ બેકરી પાસે સુરત નવસારી મેઈન રોડ અને એકલેરા વિસ્તારને ોજડતો રેલવે ઓવર બ્રીજ
  • અમરોલી સાયણ રોડ પર કોસાડ ક્રીભકો લાઈન ઉપર રેલવે ઓવર બ્રીજ
  • સાઉથ ઝોન વિસ્તારમાં બમરોલી ખાતે આવેલ હયાત ડો.હેડગેવાર બ્રીજના વાઈડનીંગના કામ (ખાડી બ્રીજ)

  • શહેરમાં દોડશે 250 ઈ-બસો
  • ઈ-મોબીલીટીના ભાગરૂપે સુરત શહેરમાં 50 કાર્યરત ઈ-બસ ઉપરાંત વર્ષ ૨૦૨૨-૨૩ સુધીમાં ૨૫૦ ઇ-બસ કાર્યરત કરવાનુ આયોજન.
  • પાલથી ઈચ્છાપોર BRTS એક્સેન્શન અંતર્ગત ૯ બસ સ્ટેશન માટે અંદાજીત 5 કરોડના ખર્ચનું આયોજન.
  • આઉટર રિંગરોડને BRTS તથા સીટી બસ હેઠળ આવરી લેવાનું આયોજન.
  • One Journey, One Fair, One Ticket: શહેરના નાગરિકો ઘરેથી કામના સ્થળ સુધીનો પ્રવાસ હવે એકજ ટિકીટ પર કરી શકે તે માટેનું આયોજન.
  • ૪૦% થી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને સુરત મનીકાડના ઉપયોગથી BRTS અને સીટીબસમાં નિશુલ્ક મુસાફરીનું આયોજન.

દિવ્યાંગો માટે બનશે ગાર્ડન
સુરતમાં 6 નવા ગાર્ડન માટે 5.50 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જે પૈકી કતારગામ અને મોટાવરાછામાં દિવ્યાંગો માટે ખાસ દિવ્યાંગ ફ્રેન્ડલી ગાર્ડન બનાવવામાં આવશે. ઉપરાંત શહેરમાં ગાંધી સ્મૃતિ ઓડીટોરિયમ સહિત 4 ઓડિટોરિયમ નોર્થ ઝોન, સાઉથ ઇસ્ટ ઝોન તથા સાઉથ ઝોનમાં બનાવવાનું આયોજન છે.

Most Popular

To Top