SURAT

ચૌટા બજારમાં સ્થાનિકોએ બોર્ડ લગાવ્યાં: વાહનો પાર્ક કર્યા તો ‘હવા’ નીકળી જશે

સુરત: (Surat) ચૌટાબજારમાં પાર્કિંગની (Chauta Bazar Parking) સમસ્યા કાયમી બની ગઈ છે. સુરત મનપા અહીં દબાણ અને પાર્કિંગની સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે. જેથી હવે સ્થાનિકોએ જાતે જ એ માટે કડક શબ્દોમાં સૂચના લખવા મજબૂર થંયા છે. સ્થાનિકોની ફરિયાદ છે કે, સરકારી તમામ ગાઇડલાઈનનું ચૌટા બજારમાં ઉલ્લંઘન કરાઈ રહ્યું છે, તો પણ તંત્ર ચૂપ છે. દંડના નામે માત્ર રૂપિયાની ઉઘરાણી કરાઈ રહી છે. મનપા તંત્ર જાણે શોભાના ગાંઠિયાસમાન સાબિત થઈ રહી છે.

કોરોનાની બીજી લહેર પૂર્ણ થતાં જ ધીરે ધીરે દુકાનો ખૂલી રહી છે. પરંતુ કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવાની પણ સૂચના અપાઈ છે. શહેરમાં ઘણા બજારોમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન થઈ રહ્યું નથી. ચૌટાબજારમાં અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભરાતાં બજારો ગ્રાહકોથી ઊભરાઈ રહ્યાં છે. માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઊડી રહ્યા છે. જેના કારણે કેટલાક રહીશોએ આખરે અહીં વાહનો પાર્ક કરવા અને નો પાર્કિંગનાં બોર્ડ મારવાની સાથે જો વાહનો પાર્ક કર્યા તો હવા નીકળી જશે એવા શબ્દોમાં કડક સૂચનાઓ લખી લોકોને એલર્ટ કરવાનો પ્રયાસ કર્યો છે.

આ તરફ કોરોના થોડો હળવો થતાંજ સરકારે બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી છે. જેને પગલે સુરતનું ચૌટાબજાર ફરી ધમધમવા લાગ્યું છે. સવાર થતાં જ અહીં ખરીદી માટે મહિલાઓની ભીડ ઉમટવા લાગે છે. જેને પગલે અહીં ફરી એક વાર સોશિયલ ડિસ્ટન્સિંગનો પૂરેપૂરો અભાવ જોવા મળી રહ્યો છે.

કાદરશાની નાળ ખાતે માથાભારે દબાણકર્તાઓને દબાણો દૂર કરવા તંત્રની નોટિસ

સુરત: સુરત મહાનગર પાલિકાની સ્થાયી સમિતિની મીટિંગમાં દબાણો મુદ્દે ઉગ્ર રજૂઆતો થઇ હતી. ખાસ કરીને ભારે ન્યૂસન્સ બની ગયેલા સેન્ટ્રલ ઝોન સ્થિત કાદરશાની નાળ ખાતેના માથાભારે દબાણકર્તાઓ બાબતે પણ સ્થાયી સમિતિના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેથી સફાળા જાગેલા સેન્ટ્રલ ઝોનના તંત્ર દ્વારા વધુ એકવાર અહીંના દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી છે. કાદરશાની નાળ પાસે મેટ્રોનું સ્ટેશન પણ બનવાનું છે. ત્યારે અહીં દબાણનો પ્રશ્ન કાયમી હલ કરવા માટે અહીં દબાણ કાયમી રીતે દૂર કરવામાં આવે તે માટે વારંવાર રજૂઆતો થાય છે. પણ મનપા તંત્ર દ્વારા નોટિસ જ ફટકારવામાં આવી રહી છે. અને શુક્રવારે પણ નોટિસ જ ફટકારી હતી. પરંતુ દબાણો દૂર કરાતાં નથી.

Most Popular

To Top