સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના (Corporation) એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ પ્રોટેક્શન સેલ દ્વારા અર્ચના ફ્લાય ઓવરબ્રિજની નીચે આવેલા અર્ચના ખાડી બ્રિજનું ડિમોલિશન (Demolition) કરી વિશિષ્ટ પ્રકારનું આર.સી.સી. બોલ ટાઈપ સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી કરવામાં આવશે. જેથી અર્ચના ખાડી બ્રિજ (Bridge) તા.9 માર્ચથી 15 એપ્રિલ સુધી તમામ પ્રકારનાં વાહનો તેમજ રાહદારીઓની અવરજવર માટે બંધ રાખવામાં આવશે.
- અર્ચના ખાડી બ્રિજની કામગીરીને લઈ આ બ્રિજ 9 માર્ચથી 35 દિવસ માટે બંધ રખાશે
- અર્ચના ખાડી બ્રિજનું ડિમોલિશન કરી વિશિષ્ટ પ્રકારનું સ્ટ્રક્ચર બનાવવાનું હોવાથી 9 માર્ચથી 15 એપ્રિલ સુધી બ્રિજ બંધ રખાશે
આ સમય દરમિયાન બોમ્બે માર્કેટ, ખાડી ફળિયા તથા ઈશ્વરકૃપા રોડ તરફથી આઈમાતા રોડ થઈ સુરત-બારડોલી રોડ તરફ જતાં તમામ પ્રકારનાં વાહનો અને રાહદારીઓએ, અર્ચના ફ્લાય ઓવરબ્રિજ થઈ સીતાનગર ચાર રસ્તા થઈ સુરત-બારડોલી રોડનો ઉપયોગ કરવાનો રહેશે. બોમ્બે માર્કેટ રોડ થઈ છત્રપતિ શિવાજી સ્ટેચ્યુ થઈ સુરત-બારડોલી રોડ તરફ જઈ શકાશે. સ્વામીનારાયણ સોસાયટી થઈ સરિતાવિહાર સોસાયટી થઈ સુરત-બારડોલી રોડ, આઈમાતા રોડનો ઉપયોગ કરવાનો રહેશે તથા આઈમાતા રોડથી બોમ્બે માર્કેટ તરફ જતા અને સીતાનગર ચોકડીથી બોમ્બે માર્કેટ જતાં વાહનો-રાહદારીઓએ અર્ચના ફ્લાય ઓવરબ્રિજ થઈ બોમ્બે માર્કેટ જતા રોડનો ઉપયોગ કરવાનો રહેશે.
સુરત-બારડોલી રોડ આઈમાતા રોડ થઈ બોમ્બે માર્કેટ તરફ જતાં તમામ પ્રકારનાં વાહનો તથા રાહદારીઓએ છત્રપતિ શિવાજી સ્ટેચ્યુ થઈ બોમ્બે માર્કેટ રોડનો ઉપયોગ કરવાનો રહેશે. આઈમાતા રોડ થઈ ડોમિનોઝ પિઝા શોપની બાજુમાંથી પસાર થતા રોડ થઈ સરિતાવિહાર સોસાયટી થઈ બોમ્બે માર્કેટ રોડ તરફ જઈ શકાશે. કામગીરી પૂર્ણ થતા જ બ્રિજ રાહદારીઓ તથા વાહન વ્યવહાર માટે ફરીથી ખુલ્લો કરવામાં આવશે તેમ જણાવાયું છે.