કોરોનાનો નવો હબ બની રહ્યા છે સુરતના સૌરાષ્ટ્રવાસી વિસ્તારો

સુરત: (Surat) શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં (Corona Case) સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના વધુ 257 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તે સાથે જ કુલ આંક 1,60,442 પર પહોંચ્યો છે. તેમજ વધુ 1160 દર્દી ડિસ્ચાર્જ (Discharge) થયા હતા. અને તે સાથે જ આજદિન સુધીમાં કુલ 1,55,024 દર્દીઓ સાજા થયા છે અને રિકવરી રેટ 96.62 ટકાએ પહોંચ્યો છે. હોસ્પિ.માં દાખલ દર્દીઓની સંખ્યા ઘટીને 160 થઈ ગઈ છે.

  • ઝોનવાઈઝ કેસ
  • ઝોન કેસ
  • સેન્ટ્રલ 22
  • વરાછા-એ 32
  • વરાછા-બી 31
  • રાંદેર 39
  • કતારગામ 33
  • લિંબાયત 26
  • ઉધના-એ 20
  • ઉધના-બી 6
  • અઠવા 48

બીજી તરફ શહેરમાં કોરોનાના કેસ ભલે ઘટી રહ્યા છે. પણ તેની સામે વધતો મૃત્યુઆંક ચિંતાજનક છે. આજે શહેરમાં વધુ ત્રણ દર્દીના કોરોનાથી મોત થયા છે. જેમાં બે દર્દી સ્મીમેરમાં અને એક ખાનગી હોસ્પિટલમાં કોરોનાથી મોતને ભેટ્યા છે. નવી સિવિલ અને સ્મીમેરમાં કુલ 59 દર્દી દાખલ છે. જેમાંથી વેન્ટીલેટર ઉપર 5 દર્દી છે. અને બાયપેપ ઉપર 5 અને ઓક્સિજન પર 20 દર્દી છે. એટલે કે હાલ નવી સિવિલ અને સ્મીમેરમાં દાખલ દર્દીઓ પૈકી 50 ટકા કેસ ગંભીર હોવાનું કહી શકાય છે.

શહેરમાં આજે કોરોનાએ વધુ ત્રણ દર્દીનો ભોગ લીધો હતો. કોરોનાથી મોતને ભેટનાર દર્દીઓમાં કતારગામ ખાતે રહેતા 67 વર્ષીય વૃદ્ધાને 14 જાન્યુઆરીએ સ્મીમેરમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા સારવાર હેઠળ હતા. દરમિયાન આજે તેઓ મોતને ભેટ્યા હતા. વૃદ્ધાને ડાયાબીટીસ અને બ્લડપ્રેસરની બિમારી પણ હતી. બીજું મોત અમરોલી ખાતે રહેતા 57 વર્ષીય વૃદ્ધનું થયું છે. તેમને પણ સ્મીમેરમાં 14 જાન્યુઆરીએ દાખલ કરાયા હતા. અને તેમને પણ બ્લડપ્રસેરની બિમારી હતી. આ સિવાય વરાછા શ્યામધામ ચોક ખાતે રહેતા 78 વર્ષીય વૃદ્ધને 28 તારીખે કીરણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને હ્દયની બિમારી હતી. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જ્યાં આજે સારવાર દરમિયાન તેઓ મોતને ભેટ્યા હતા.

  • નવી સિવિલ અને સ્મીમેરમાં દાખલ દર્દી
  • દર્દી સિવિલ સ્મીમેર કુલ
  • પોઝિટીવ 42 17 59
  • વેન્ટીલેટર 01 04 05
  • બાયપેપ 04 01 05
  • ઓક્સિજન 13 07 20

Most Popular

To Top