SURAT

એક મહિના બાદ ફરી સુરતમાં કોરોનામાં રિકવરી રેટ 90 ટકાની ઉપર પહોંચી ગયો!

સુરત: (Surat) શહેરમાં કોરોનાની બીજી લહેર હવે પુર્ણ થઈ છે. શહેરમાં એપ્રિલ (april) માસમાં કોરોનાની બીજી લહેર પીકમાં હતી. જેથી શહેરમાં થાળે પડેલા કોરોનાના કેસ સતત વધવા લાગ્યા હતા. અને રિકવરી રેટ જે એક સમયે 97 ટકા પર પહોંચી ચુક્યો હતો તેમાં પણ ઘટાડો થતા, 75 ટકા પર આવી પહોચ્યો હતો. પરંતુ હવે કોરોનાની બીજી લહેરમાથી શહેર પસાર થઈ ચુક્યું છે. જેથી હવે કોરોનાનું સંક્રમણ પણ સતત ઘટી રહ્યું છે. અને પોઝિટિવિટી રેટ ઘટી રહ્યો છે. અને રિકવરી રેટમાં (Recovery Rate) વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં શહેરમાં રિકવરી રેટમાં 10 ટકાનો વધારો થયો છે. અને એક માસ બાદ ફરીથી રિકવરી રેટ 90 ટકાની ઉપર ગયો છે.

અગાઉ 13મી એપ્રિલે રિકવરી રેટ 90.38 ટકા હતો
શહેરમાં છેલ્લે 13મી એપ્રિલે રિકવરી રેટ 90.38 ટકા હતો. જેમાં સતત ઘટાડો થતો ગયો હતો. અને હવે એક માસ બાદ શહેરમાં રિકવરી રેટ ફરીથી વધીને 90 ટકા ઉપર 91.42 ટકા પર પહોંચ્યો છે. શહેરમાં પોઝિટિવિટી રેટ પણ ઘટીને 2.60 ટકા પર આવી ગયો છે. શહેરમાં જ્યારે બીજી લહેરમાં પીક સમય હતો ત્યારે પોઝિટિવિટી રેટ 26 ટકા સુધી પહોંચ્યો હતો. પરંતુ હવે આ રેટ ઘટીને 2.60 ટકા પર આવી ગયો છે.

છેલ્લા 10 દિવસની સ્થિતિ
તારીખ પોઝિટિવિટી રેટ રિકવરી રેટ

  • 3-05 4.36 82.01
  • 4-05 3.86 83.22
  • 5-05 3.87 84.29
  • 6-05 3.46 85.38
  • 7-05 3.01 86.29
  • 8-05 2.96 87.42
  • 9-05 2.79 88.51
  • 10-05 2.74 89.57
  • 11-05 2.60 90.55
  • 12-05 2.60 91.42

શહેરમાં થાળે પડતી સ્થિતિઃ કલેક્ટર દ્વારા પહેલી વખત 100 ટકા રેમડેસિવિર ઇન્જેક્શનની ફાળવણી

સુરત: રાજ્યના બીજા જિલ્લાની તુલનાએ સુરતમાં કોવિડ મહામારીની બીજી લહેરથી પેદા થયેલી સ્થિતિ મહદઅંશે સુધરતા રેમડેસિવિર ઇન્જેક્શનની કટોકટી દૂર થઈ છે. આજે કલેક્ટર પાસે ખાનગી હોસ્પિટલો દ્વારા 1814 ઇન્જેક્શનની માંગણી કરી હતી. કલેક્ટર દ્વારા 100 ટકા ઇન્જેક્શન ફાળવી આપ્યા હતાં. લાંબા સમય બાદ ઓકિસજન માંગ પછી પણ એકસેસ પડયા છે. કલેકટર તાબા હેઠળ હાલ 200 ઇનજેકશન વધ્યા છે.

છેલ્લા દોઢ મહિનામાં આપણું સ્વાસ્થય માળખું લગભગ કંગાળ સાબિત થયું છે. આ મહામારી સામે લડવા માટે સૌથી મોટું હથિયાર ઓક્સિજન અને બાદમાં રેમડેસિવિર ઇન્જેક્શન છે. પરંતુ છેલ્લે સુધી તેની અછત ખતમ થવાનું નામ નહોતું લીધું. જોકે સુરતમાં છેલ્લા દસેક દિવસથી કોરોનાના કેસની સ્થિતિ ઘટના કરતા કાબૂમાં આવી છે. જેને કારણે ઓક્સિજન અને રેમડેસિવિરની ડિમાન્ડ પણ ઘટી છે. શહેરમાં ઇન્જેક્શનની ડિમાન્ડ કરતી હોસ્પિટલોની સંખ્યા પણ ઘટી રહી છે. આજે 165 હોસ્પિટલો દ્વારા વેન્ટિલેટર, બાયપેપ, ઓક્સિજન, કોમોર્બિડ અને અન્ય દર્દીઓ માટે મળી કુલ 1814 ઇન્જેક્શનની માંગ કરી હતી. કલેક્ટર દ્વારા પુરતો જથ્થો હોવાથી તમામ દર્દીઓને 1814 ઇન્જેક્શન ફાળવી આપ્યાં હતા.

Most Popular

To Top