સુરતઃ (Surat) શહેરના આંજણા વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીએ (Patient) ખોટુ નામ, સરનામું અને મોબાઈલ નંબર પણ સંભવત ખોટો લખાવી ગાયબ થઈ ગયો હોવાની ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.
ડુંભાલ આંજણા ખાતે રહેતા સતપાલ આરીયા નામના વ્યક્તિએ ડુંભાલ હેલ્થ સેન્ટર પર કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. હેલ્થ સેન્ટર ઉપર સતપાલએ તેનું સરનામું આંજણાના રૂમ નં. 79 ડી 1 એપાર્ટમેન્ટ ખાતે હોવાનું લખાવ્યું હતું. સતપાલનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમ તેણે લખાવેલા સરનામે પહોંચી હતી. પરંતુ તે સરનામા ઉપર સતપાલ નામની કોઈ વ્યક્તિ મળી નહોતી. તેના દ્વારા લખાવવામાં આવેલો મોબાઇલ નંબર ઉપર સંર્પક કરવાનો પ્રયાસ કરતા નંબર પણ સ્વીચ ઓફ હતો. પોઝિટિવ દર્દીએ ખોટું નામ અને સરનામું લખાવ્યા બાદ અંડર ગ્રાઉન્ડ થઈ જતાં આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી. લિંબાયત ઝોનના આરોગ્ય વિભાગના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર અલ્પેશ રાઠોડે ખોટું સરનામું લખાવી અંડર ગ્રાઉન્ડ થઇ જનાર સતપાલ આરીયા વિરૂધ્ધ એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ આરંભી હતી.
વેસુના સલુનમાં કામ કરતા 13 કારીગરો પૈકી 3ને કોરોનાનો ચેપ
સુરત : સુરત મનપા દ્વારા કોરોનાના સંક્રમણને ડામવા માટે ઠેર ઠેર ટેસ્ટિંગ ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. ત્યારે રવિવારે મનપા દ્વારા કોમર્શિયલ કોમ્પલેક્સોમાં તેમજ હેર કટિંગ સલુનોમાં ટેસ્ટિંગ ડ્રાઇવ કરી હતી. જેમાં વેસુના યુનિસેકસ સલુનમાં કામ કરતા 13 કારીગરો પૈકી 3ને કોરોનાનો ચેપ હોવાનું બહાર આવ્યું હતું તો વીઆઇપી રોડ પરના વિવયા કોર્મશિયલ કોમ્પલેક્સમાં 42 વેપારીઓના ટેસ્ટ કરતા પાંચ વેપારી કોરોનાગ્રસ્ત હોવાનું બહાર આવ્યું હતું. મનપા દ્વારા રવિવારે શહેરના હેર કટિંગ સલુનોમાં ટેસ્ટિંગ ઝુંબેશ કરતા 10થી વધુ કારીગરો કોરોનાગ્રસ્ત હોવાનું બહાર આવતા સલુનો બંધ કરાવી દેવામાં આવ્યાં હતાં.
સુરત: શહેરમાં એકબાજુ કોરોનાનું સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે. ત્યારે શહેરમાં વેક્સિન ડ્રાઈવ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે મનપાના આરોગ્ય સમિતિ ચેરમેન દર્શિની કોઠિયાની ઉપસ્થિતિમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલના ડો.નિશ્ચલ ચોવટિયા દ્વારા લાંબા સમયથી થયેલા ડાયાબિટીસ, હૃદયરોગ તેમજ અન્ય બીમારી ધરાવતા દર્દીઓમાં કોરોનાની વેક્સિન તેમજ તેની આડઅસરને લઈ એક ડર રહેલો છે. જેને દૂર કરવા તેમજ વેક્સિન લેવા માટે જાગૃત કરવા પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. સુરત જુવેનાઇલ ડાયાબિટીસ ક્લબ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. આ ક્લબની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ 17 વર્ષ તથા તેનાથી ઓછી ઉંમર ધરાવતાં બાળકો જેમને ટાઈપ-1 ડાયાબિટીસ ચાર એમને તથા તેમનાં માતા-પિતાને ટાઈપ-1 ડાયાબિટીસ વિશે જાગૃતતા આવે તેમજ એ બાળકોને લઈ સમાજમાં થતી ગેરસમજો દૂર કરી શકાય તેવા પ્રયત્નો કરવાનો છે.