ગાયને દુલ્હનની જેમ સજાવી કરાવ્યા લગ્ન, વીડિયો વાયરલ થતાં કામરેજના યુવક વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો

સુરત: (Surat) સુરત જિલ્લામાં કોરોનાની (Corona) ત્રીજી લહેરનો (Third Wave) કહેર યથાવત છે ત્યારે ભીડ એકત્રિત થવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કામરેજના (Kamrej) લાડવી (Ladvi) ગામ ખાતે આવેલી ગૌશાળામાં મકરસંક્રાંતિના દિવસે ગૌવિવાહનું (Cow marriage) આયોજન કરવામાં આવ્યું હતું. ગાયને દુલ્હનની જેમ સજાવી અહીં ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં 600 જેટલા માણસો ભેગા થયા હોવાનો વીડિયો વાઇરલ (Video viral) થયો હતો. જેમાં માસ્ક (Mask) તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનો (Social distance) અભાવ જોવા મળ્યો હતો. જેથી પોલીસે (Police) ગૌવિવાહનું આયોજન કરનાર વિરુદ્ધ ગુનો (FIR) નોંધ્યો છે.

  • ઉત્તરાયણના દિવસે કામરેજ તાલુકાનાં લાડવી ગામે આવેલા નંદેશ્વર મહાદેવ ગૌશાળામાં ગૌ વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું
  • આ વિવાહમાં ૬૦૦ જેટલા માણસો ભેગા થયા હતા. લોકોએ મોઢે માસ્ક પહેર્યા ન હતા તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનો પણ અભાવ હતો
  • વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા પરવાનગી વગર લગ્નસમારોહનું આયોજન કરનાર સામે પોલીસે કાર્યવાહી કરી

પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા. 14 જાન્યુઆરીના રોજ કામરેજ તાલુકાનાં લાડવી ગામે આવેલા નંદેશ્વર મહાદેવ ગૌશાળામાં ગૌ વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિવાહમાં ૬૦૦ જેટલા માણસો ભેગા થયા હતા. વાછરડા અને વાછરડીના વિવાહ કરાવવામાં આવ્યા હતા. જ્યાં હાજર લોકોએ મોઢે માસ્ક પહેર્યા ન હતા તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનો પણ અભાવ જોવા મળ્યો હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો.

આ ગૌવિવાહનું આયોજન કરનાર તેમજ ગૌશાળા સંચાલક જયંતિભાઈ ડાહ્યાભાઈ માલાણી એ કોઈપણ જાતની પરવાનગી મેળવ્યા વગર આ વિવાહનું આયોજન કર્યું હતું. સરકારની ગાઈડ લાઇન મુજબ ૧૫૦ થી વધુ માણસો ભેગા કરી જાહેરનામાનો ભંગ કરતાં કામરેજ પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ડોલવણમાં ડીજે પાર્ટી યોજનારા લગ્ન આયોજકો સળિયા પાછળ ધકેલાયા
વ્યારા: ડોલવણના પાટી ગામે નવાઠી ફળિયામાં લગ્ન પ્રસંગે યોજાયેલી ડીજે પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પ્રકરણમાં સેંકડોની સંખ્યામાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિના ઝૂમતા નજરે પડ્યા હતા. તા.૧૭મી જાન્યુઆરીએ રાત્રિએ વગર મંજૂરીએ બેન્ડ બોલાવી લગ્ન પ્રસંગનું આયોજન કરનાર કનુ રંગજી ગામીત, જીતુ કનુ ગામીત, નિલેશ કનુ ગામીત (તમામ રહે., પાટી, નવાઠી ફળિયુ તા.ડોલવણ) આ ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ ત્રણેયની પોલીસે ધરપકડ કરી ડીજેના તમામ સાધનો પણ જપ્ત કર્યા હોવાનું જાણવા મળ્યું છે. ડોલવણ તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ સુનંદાબેનના દિયરને ત્યાં લગ્ન પસંગ હતો. જેમાં ડોલવણ પોલિસની બેદરકારી બહાર આવતા પીએસઆઇ વિક્રમ આર. વસાવા અને બીટ જમાદાર કિશોર સર્વસિંહને તાત્કાલિક અશરે સસ્પેન્ડ કરાયા હતા.

Most Popular

To Top