SURAT : સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મતદાનને આડે માત્ર 3 જ દિવસ બાકી રહી ગયા છે ત્યારે બે મુખ્ય પક્ષ ભાજપ (BHAJAP) અને કોંગ્રેસ ( CONGRESS) દ્વારા બુધવારે ચૂંટણી ઢંઢેરો ( ELECTION MENIFESTO) જાહેર કરાયો છે. અને દર વખતની જેમ પ્રજાને લલચાવવા વચનોની લ્હાણી કરી છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી ઢંઢેરામાં ખાસ કરીને પ્રજાને કોરોનાની ફ્રી વેક્સીન ( FREE VACCINE) , શહેરમાં યુરોપ જેવી ગ્રીનરી, રોજગારી, પાર્કિંગની સમસ્યાનું નિવારણ, બાંધકામો માટે એફ.એસ.આઈની નડતી મુશ્કેલીઓ દૂર કરવા સહિતના મુદ્દાઓ આવરી લેવાયા છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા ( BABU RAYKA) દ્વારા બુધવારે ચૂંટણી ઢંઢેરો રજૂ કરાયો હતો. જેમાં મફત પાણીથી લઈને સસ્તું ભોજન અને કાયમી રોજગારી સહિતની અનેક જાહેરાતો કરવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર લોકોને મફતમાં પાણી આપશે અને તેઓ દ્વારા જે 25 મુદ્દાઓ જાહેર કરાયા છે. તે નાગરિક અધિકાર પત્ર છે. સુરત મહાનગર પાલિકા આજે બજેટમાં 6500 કરોડ સુધી પહોંચી એની પાછળ કોંગ્રેસનું પણ યોગદાન રહ્યું છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં દરેક વોર્ડમાં 5 રૂપિયાનું ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિગ સમસ્યાનું નિરાકરણ કરવાનું આયોજન કરાયું છે. સુરતને યુરોપ જેવી ગ્રીનરી બનાવવા માગીએ છે. પીવાનું પાણી ફ્રી કરી આપવાની સાથે કોરોનાની રસી પણ લોકોને મફત આપવાની કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
ચૂંટણી ઢંઢેરામાં કયા કયા મુદ્દાઓ આવરી લેવાયા?
મનપામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ હટાવીને કાયમી નોકરી અપાશે, મિલકતવેરાનું નવું માળખું ઉભું કરાશે, વિના મૂલ્ય મેડિક્લેઇમ પોલિસી, માલધારી ગોપાલક વસાહત (કોલોની) વસાવાશે, ઉચ્ચ શિક્ષણ માટે વિના વ્યાજનું ધિરાણ અપાશે, સેવા નિદાન અને સારવાર માટે દરેક વોર્ડમાં તિરંગા ક્લિનિક ઊભી કરાશે, સુરતી ભોજન પાંચ રૂપિયામાં અપાશે. દિવ્યાંગ વિદ્યાર્થી, મહિલા અને વૃદ્ધ તથા વિકલાંગોને મૂલ્ય સિટીબસમાં મુસાફરી આપવામાં આવશે. પાર્કિંગનો ઉકેલ લવાશે, પીવાનું પાણી મફતમાં અપાશે, સ્વરોજગારીને પ્રોત્સાહ અપાશે, સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ, નાગરિક અધિકાર પત્ર, વિના મૂલ્ય કોરોના વેક્સિન, ખાણીપીણીના શોખીનો માટે વ્યવસ્થા કરાશે. કબજા રસીદવાળી મિલકતોને દસ્તાવેજમાં તબદીલ કરાશે, વિધવા બહેનોને આવાસ અપાશે, નવા સમાવિષ્ટ વિસ્તારોને લાભ ઝડપથી અપાશે, સુરતમાં બાંધકામોને એફએસઆઈ (FSI)ની નડતી મુશ્કેલીઓને દૂર કરી મહત્તમ એફએસાઈ (FSI) આપવામાં આવશે. હીરા અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મચારીઓને વગર વ્યાજનું ધિરાણ અપાશે. પ્રાથમિક શાળાના ગરીબ વિધાર્થીઓને વિનામૂલ્વે ટેબ્લેટ અપાશે, પારદર્શક વહીવટ આપવાની વાત પણ કરવામાં આવી છે.