સુરત: (Surat) શહેરના અઠવાલાઇન્સ વિસ્તારની એમટીબી કોલેજમાં (College) આવેલી પીટી સાયન્સ કોલેજની કેમેસ્ટ્રી લેબમાં (Chemistry Lab) મધરાતે અચાનક આગ ફાટી (Fire) નીકળતા આખી લેબ બળીને ખાખ થઈ ગઈ હતી. લેબમાં લાગેલી આગની સિક્યુરિટી ગાર્ડને જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. લેબમાં જ્વલનશીલ કેમિકલ સહિતના પ્રવાહી હોવાથી આગ વધુ ઉગ્ર બની હોય તેવું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું.
- પીટી સાયન્સના કેમેસ્ટ્રી લેબમાં પહેલા માળે મંગળવારની મધરાત્રે 12.26એ અચાનક શોર્ટસર્કિટથી આગ ફાટી નીકળી હતી
- જ્વલનશીલ પ્રવાહી અને લાકડાનું ફર્નિચર હોવાને કારણે આગ વધુ વિકરાળ બની, ફર્નિચર, કોમ્પ્યુટર બળીને ખાખ
- લેબમાં જ્વલનશીલ પ્રવાહી અને લાકડાનું ફર્નિચર હોવાને કારણે આગ ઉગ્ર બની
- લેબમાં સલ્ફ્યુરિક એસિડની કાચની બોટલ હોવાથી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો
- રાત્રી સમયે લેબમાં આગ દરમ્યાન કોઇ વિધાર્થી નહીં હોવાથી મોટી દુર્ઘટના ટળી
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, પીટી સાયન્સના કેમેસ્ટ્રી લેબમાં પહેલા માળે મંગળવારની મધરાત્રે 12.26એ અચાનક શોર્ટસર્કિટથી આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની ફાયર વિભાગને જાણ થતા મજુરા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. ફાયરકર્મીઓએ બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાનું જાણવા મળ્યું હતું. આગમાં ફર્નિચર, કોમ્પ્યુટર ટેબલ, પ્રિન્ટર રૂમ સહિત સંપૂર્ણ લેબ બળીને ખાખ થઈ ગઇ હતી. લેબમાં જ્વલનશીલ પ્રવાહી અને લાકડાનું ફર્નિચર હોવાને કારણે આગ ઉગ્ર બની હોય એમ કહી શકાય છે.
લેબમાં સલ્ફ્યુરીક એસિડ તેમજ જ્વલનશીલ કેમિકલની કાચની બોટલ હોવાને કારણે આગ કાબુમાં લેવામાં મુશ્કેલી પડી
મજુરા ફાયર સ્ટેશનના ઓફિસર મારૂતિ સોનવણેએ જણાવ્યું હતું કે, પીટી સાયન્સની કોલેજની કેમેસ્ટ્રી લેબમાં પહેલા માળે શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે. લેબમાં જ્વલનશીલ પ્રવાહી અને લાકડાનું ફનિર્ચર હોવાને કારણે આગ વધુ ફેલાઇ હતી. લેબમાં સલ્ફ્યુરિક એસિડની કાચની બોટલ હોવાથી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદ્નસીબે રાત્રી સમયે લેબમાં આગ દરમ્યાન કોઇ વિધાર્થી નહીં હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.