SURAT

સિવિલ હોસ્પિટલમાં બની અજીબો-ગરીબ ઘટના: પરિવારે ડોક્ટરો પર બેદરકારીનો લગાવ્યો આરોપ

સુરત: સિવિલ હોસ્પિટલના (New civil hospital) રેડીયોલોજી વિભાગમાં એક્સ-રે અને સોનોગ્રાફી માટે લવાયેલા એસિડ પોઇઝનના (Acid poison) દર્દીની (Patient) અચાનક તબિયત લથડતા તાત્કાલિક સ્ટ્રેચર પર લઈ કિડની બિલ્ડિંગના 5મા માળે મોકલી અપાયો હતો. પરિવારે કહ્યું હતું કે ઓક્સિજન બોટલ વગર જ દર્દીને રેડીયોલોજીમાં એક્સરે અને સોનોગ્રાફી માટે મોકલાતા ડોક્ટરોની (Doctor) બેદરકારી સામે આવી છે. સવારે વાતચીત કરતા પતિ હાલ કોમામાં ચાલી ગયા હોય એમ કહી શકાય છે. હવે ડોક્ટરો કહે છે કઈ જ કહી ન શકાય એટલે શું સમજવું એજ નક્કી નથી થતું.

રીના રાઠોડે જણાવ્યું હતું કે 2જી સપ્ટેમ્બરના રોજ પતિ શિવાભાઈ નરસિંહભાઈ રાઠોડ 38 (રહે, ઘોડદોડ રોડ આદર્શ સોસાયટી) ને એસિડ પી લેતા સારવાર માટે રિક્ષામાં સિવિલ લઈ આવ્યા હતા. જ્યા તેમને કિડની બિલ્ડિંગમાં દાખલ કરવામાં આવ્યા હતા. 4 માસ અગાઉ પણ લીવરની બીમારીને લઈ શિવાને સિવિલમાંથી સાજો કરી ઘરે લઈ ગઈ હતી.

વધુમાં જણાવ્યું હતું કે લીવરની બીમારી અને બાળકોની ચિંતાને લઈ શિવા માનસિક તણાવમાં રહેતા હતા. હું ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી હતી. સાંજે ઘરે આવ્યા બાદ શિવા બસ “મરી જાઉં, મરી જાઉં” નું રટણ કરતા હતા. ઘટનાની રોજ તેઓ કામ પરથી પરત ફરતા પતિ સુતેલા હતા. જગાડ્યા બાદ પણ ન જાગતા આખરે મોઢા પર હાથ ફેરવતા જ ઠડું લાગ્યું હતું. પસીનો નીકળી રહ્યો હતો. પૂછતાં જ કહ્યું એસિડ પી લીધું છે. મોઢામાં સફેદ સફેદ ઝાઘ જોઈ તાત્કાલિક બુમાબુમ કરી ફળિયાવાસીઓને ભેગા કરી દીધા હતા. ત્યાર બાદ શિવા ને રીક્ષામાં બેસાડી સિવિલ લઈ આવ્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, આજે સવારે ડોક્ટર રાઉન્ડ પર આવ્યા હતા. બહેન ફેફસામાં ઇન્ફેક્શન ફેલાઈ ગયુ છે, હાલત ગંભીર છે એમ કહી શકાય, એમ કહી એક્સરે-સોનિગ્રાફી કરાવી પડશે કહી લખી ગયા હતા. રેડીયોલોજીમાં સવારે ગયા તો બપોરે આવવા કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ 1:30 વાગે પરિવાર સાથે વાતચીત પણ કરી હતી. પછી 5મા માળેથી સ્ટેચર પર સુવડાવી રેડીયોલોજીમાં લઈ જવાયા હતા. જ્યા એક્સરે પાડ્યા બાદ એમને ગભરામણ શરૂ થઈ ગઈ હતી. તેમ છતાં સોનોગ્રાફીમાં લેવાયા હતા. બસ ગણતરીની સેકેન્ડમાં જ બહાર લઈ આવતા બેભાન થઈ ગયા હતા. ડોકટરો અને કર્મચારીઓના હોશ ઉડી ગયા હતા. બધા જ દોડતા થઈ ગયા હતા. વોર્ડમાં લઈ જાઉં, વોર્ડમાં લઈ જાઉં કહી દર્દીને મોકલી અપાયો હતો. દોડીને કિડની બિલ્ડીંગ ના 5 માં માળે 5C માં લઇ જવાતા વેન્ટીલેટર પર મૂકી દેવાયા હતા. હવે ડોક્ટરો કહે છે કઈ કહી ન શકાય એનો મતલબ શું છે?

પરિવારે આરોપ લગાડ્યો હતો કે, ઓક્સિજન વગર રેડીયોલોજીમાં મોકલી અપાયો હતો. રૂમમાં લઈ ગયા અને શ્વાસ રૂંધાવવા લાગ્યો હતો. દોડી ને ફરી વોર્ડ માં લાવ્યા હાલ વેન્ટિલેટર પર શ્વાસ છે કે નહીં એ પણ ખબર નથી. સ્ટેચર પર મૂકી દોડી ને 5C માં લઈ જતા બધા એ જોયું છે આમાં ડોક્ટરો ની ગંભીર બેદરકારી કહી શકાય કે નહીં, જાણતા હોવા છતાં ઓક્સિજન બોટલ વગર રેડીયોલોજીમાં દર્દીને લઈ જવાયો હતો. બસ અમને ન્યાય આપો, એવી અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top