SURAT

સુરત સિવિલના બે વિભાગોના વિવાદને વચ્ચે મૃતદેહ 15 કલાક રઝળ્યો

નવી સિવિલ હોસ્પિટલ (NEW CIVIL HOSPITAL)માં મૃતકોના રેપિડ ટેસ્ટ (RAPID TEST) કરવાને મુદ્દે ડોક્ટરો વચ્ચે મતભેદ થયા હતા. જેના કારણે મૃતકોના પરિવારજનોને કલાકો સુધી આમથી તેમ રખડવું પડ્યું હતું. ડોક્ટરની બેદરકારીને કારણે એક મૃતદેહ 15 કલાકથી પણ વધુ પોસ્ટમોર્ટમ રૂમ (PM ROOM)માં પડી રહ્યો હતો. આખરે સુપ્રિટેન્ડેન્ટની મધ્યસ્થીને કારણે મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. હવે આગામી દિવસોમાં ટેક્નિશિયન જ પોસ્ટમોર્ટમ રૂમમાં જઇને મૃતકના બ્લડસેમ્પલ લઇને રેપિડ ટેસ્ટ કરશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો, માંગરોળના લુવારવા ગામમાં રહેતી રવિના સંજયભાઇ વસાવા (ઉ.વ.16)ને ત્રણ-ચાર દિવસથી ઝાડા-ઉલ્ટીઓ થઇ હતી અને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ લઇ જવાઇ હતી. ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. બુધવારે રવિનાનું સારવાર (TREATMENT) દરમિયાન મોત નીપજ્યું હતું. રવિનાની બોડીનું પોર્સ્ટમોટમ કરવા માટે બોડીને પીએમ રૂમમાં મુકવામાં આવી હતી. પરંતુ અહીં રેપિડ ટેસ્ટને લઇને વિવાદ સર્જાયો હતો.

હાજર સીએમઓ ડો. ઓમકાર ચૌધરીએ ટેસ્ટ કરવા માટે લેબ ટેક્નિશિયનને કહ્યું હતું. પરંતુ લેબ ટેક્નિશિયને (LAB TECHNICIAN) પોર્સ્ટમોર્ટમ રૂમમાં જઇને ટેસ્ટ નહીં લઉ તેમ કહ્યું હતું. સીએમઓ અને લેબ ટેક.ની વચ્ચે માથાકૂટ થતા રવિનાનું પોસ્ટમોર્ટમ અટવાઇ પડ્યું હતું. આ બબાતે સુપ્રિટેન્ડેન્ટ (SUPERINTENDENT) એસ.એમ. પટેલને ફરિયાદ કરવામાં આવી હતી. તેઓની મધ્યસ્થી બાદ આખરે મામલો શાંત પડ્યો હતો અને હવે આગામી દિવસોમાં ટેકનિશિયન જ પીએમ રૂમમાં જઇને મૃતકના સેમ્પલો લઇને રેપિડ ટેસ્ટ કરશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે, આ માથાકૂટમાં બુધવારની આખી રાત્રી મૃતદેહ એમ જ પીએમ રૂમમાં પડી રહ્યો હતો. ડોક્ટરોની બેદરકારીને કારણે પરિવારજનોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્યારબાદ ગુરૂવારે મૃતકનું પીએમ કરવામાં આવ્યું હતું.

ત્રણથી ચાર વાર લેબ ટેક્નિશિયને ટેસ્ટ કરવાની ના પાડી છે : CMO ડો. ઓમકાર ચૌધરી
ડો. ઓમકાર ચૌધરીના જણાવ્યા પ્રમાણે લેબ ટેક્નિશિયનનું કામ જ સેમ્પલ (SMPLE) લઇને ટેસ્ટ કરવાનું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી લેબ ટેક્નિશિયન મૃતકોના સેમ્પલો લઇને રેપિડ ટેસ્ટ કરવાનું ના પાડી રહી છે. જેના કારણે મેં પણ પીએમ કરવાની ના પાડી દીધી હતી. જો કે, પરિવારની મદદ કરવા માટે મેં મૃતદેહને ગામ સુધી લઈ જવાની વ્યવસ્થા કરી આપી હતી. એટલું જ નહીં પણ આખી રાત સિવિલ ચોકીના જમાદારે પીડિત પરિવારને રહેવાની અને ભોજનની વ્યવસ્થા કરી માનવતાનું ઉદાહરણ આપ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top