સુરત: સહિયારા પુરૂષાર્થના(Team Work) હંમેશા શ્રેષ્ઠ પરિણામો(Good Results) મળતાં હોય છે. એટલે જ વિશ્વના કોઈ પણ ક્ષેત્રમાં ટીમવર્ક દ્વારા સફળતા અવશ્ય મળે છે, આ વાતને સિવિલ હોસ્પિટલએ સાબિત કરી છે. સિવિલ હોસ્પિટલના (Surat Civil Hospital) ડેન્ટલ, ઇએનટી(ENT) અને એનેસ્થેસિયા(Anesthesia) વિભાગની ‘મલ્ટીડિસીપ્લીનરી ટીમ’ના(multidisciplinary team) તબીબોએ(Doctors) ટીમની મહેનત રંગ લાવી છે. તેઓએ 16 વર્ષીય દુર્ગેશ પાટીલના જડબામાંથી(Jaw) 100 ગ્રામની ગાંઠ(Tumor) બહાર કાઢીને કિશોરને નવું જીવન(New Life) આપ્યું છે.
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શાહદા તાલુકાના વૈજલી ગામમાં પરિવાર સાથે રહેતા અને ધો. 11 સાયન્સમાં અભ્યાસ કરતાં 16 વર્ષીય દુર્ગેશકુમાર ભરતભાઇ પાટીલને છેલ્લા દોઢ મહિનાથી મોઢાં ડાબા ભાગે સોજો રહેતો હતો. તેમજ જડબામાં અસહ્ય દુઃખાવો થઇ રહ્યો હતો. સોજાના કારણે શ્વાસ લેવામાં, બોલવા-જમવા સહિતની દૈનિક ક્રિયાઓમાં મુશ્કેલી થતી હતી. દુર્ગેશના પિતા ભરતભાઇ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે પોતાના દિકરાની નજીકની ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતા રૂ. 80 હજારનો ખર્ચ થશે એમ કહ્યું હતું.
નબળી આર્થિક સ્થિતિના કારણે આટલો વધુ ખર્ચ કરી શકાય એમ ન હતો. આથી નજીકના સંબંધી મારફતે તા. 2 ઓક્ટોબરના રોજ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયાં હતા. જ્યાં એમ.આર.આઈ. કરવામાં આવતાં જડબાના આગળના ભાગમાં ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. જેથી તા. 4થી ઓક્ટોબરના રોજ ડેન્ટલ વિભાગના ડો.ગુણવંત પરમાર, ઇએનટી વિભાગના ડો.જૈમિન કોન્ટ્રાક્ટર અને સિનિયર રેસિડન્ટ ડો.પ્રાચી રોયે પાંચ કલાકમાં સફળ ઓપેરેશન કરી ગાંઠ બહાર કાઢી હતી. સર્જરી દરમિયાન તબીબી ટીમ સાથે નર્સિંગ સ્ટાફે પણ ખૂબ મહેનત કરી હતી.
ડેન્ટલ વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો.ગુણવંત પરમારે જણાવ્યું કે, આ પડકારજનક સર્જરી પાર પાડી અમારી ટીમ ખુબ ખુશ છે. દુર્ગેશના જડબામાં 100 ગ્રામની ગાંઠ હોવાના કારણે બોલવા, ખાવામાં અને શ્વાસ લેવામાં સમસ્યા થઇ રહી હતી. જો સમયસર જડબામાંથી આ ગાંઠ કાઢવામાં ન આવી હોત તો દર્દીને કેન્સર થવાનું તેમજ જીવનું પણ જોખમ હતું. અસહ્ય પીડાને કારણે પૂરતી ઊંઘ, ખોરાક ન લેવાને કારણે તેમનું વજન ઘટી ગયું હતું. સિવિલમાં દાખલ થયાં ત્યારે તેમના શરીરમાં લોહીનું પ્રમાણ ખુબ જ ઓછું હતું. હવે દુર્ગેશ સંપૂર્ણ સ્વસ્થ છે, ઓપરેશન બાદ હવે તેમના હિમોગ્લોબીનનું પ્રમાણ વધીને 9.00% થઈ ગયું છે.
સુરત સિવિલનું સફળ ઓપરેશન: 16 વર્ષીય કિશોરના જડબામાંથી 100 ગ્રામની ગાંઠ દુર કરી
By
Posted on