SURAT

વૃદ્ધાને મૃત જાહેર કર્યા બાદ તેનો પગ હલતો હોવાની વાતે સિવિલનો ડોક્ટરી સ્ટાફ દોડતો થયો

સુરત: (Surat) બપોરના સમયે સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) એક વૃદ્ધાને મૃત જાહેર કર્યા બાદ તેનો પગ હલતો હોવાની વાતે ડોક્ટરી (Doctors) સ્ટાફ દોડતો થયો હતો. જો કે, મોત થયા બાદ શરીર જકડાઇ જતું હોવાથી ક્યારેક શરીરની મુવમેન્ટ થતી હોય છે. આખરે સિવિલના સીએમઓએ પોસ્ટમોર્ટમ કરીને ડેડબોડી પરિવારને સોંપી દીધી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ બપોરના સમયે પાંડેસરા સ્થિત શિવનગર ખાતે રહેતા 80 વર્ષના કેસરબેન સુખલાલ મિસ્ત્રીની તબિયત ખરાબ થતા તેમને 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અહીં હાજર સીએમઓ ડો. વૈદરભીએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટેની પ્રોસિજર કરીને દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સર્વન્ટને સૂચના આપીને ડેડબોડી પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલવામાં આવી હતી.

ડેડબોડીની સાથે મૃતકના સંબંધીઓ પણ જઇ રહ્યા હતા ત્યારે બોડીનો પગ હલી રહ્યો હોવાનો આભાસ થયો હતો. સંબંધીએ સર્વન્ટને જાણ કરી હતી. ત્યારબાદ સર્વન્ટ દોડતા દોડતા સીએમઓ પાસે આવ્યા હતા અને ડેડબોડી હલતી હોવાનું કહ્યું હતું. આ વાતે સમગ્ર ટ્રોમા સેન્ટરના ડોક્ટરોને દોડતા કરી મુક્યા હતા. ડો. વૈદરભીએ પીએમ રૂમમાં જઇને મૃતક કેસરબેનના હાર્ટ બિટ્સ, પલ્સ, પગના પલ્સ સહિતના અંગો ચેક કર્યા હતા પરંતુ કોઇ પોઝિટિવ રિપોર્ટ મળ્યો ન હતો.

જ્યારે પણ કોઇનું મોત થાય ત્યારે ડેડબોડી ઝકડાઇ જાય છે ત્યારે બોડી હલતી હોવાનો આભાસ થાય છે : ડો. વૈદરભી
સીએમઓ ડો. વૈદરભીના જણાવ્યા પ્રમાણે જ્યારે પણ કોઇ વ્યક્તિનું મોત થાય છે ત્યારે ડેડબોડી જકડાઇ જાય છે. આ દરમિયાન મોત થયા બાદ પણ ડેડબોડી થોડી મુવમેન્ટ આપે છે. પરંતુ મૃતકના સંબંધીઓ ઇમોશનલ થઇ ગયા હોવાને કારણે સમગ્ર વાત ફેલાઇ ગઇ હતી. અમે પોસ્ટમોર્ટમ રૂમમાં જઇને કેસરબેનને મૃત જાહેર કર્યા હતા અને બાદમાં તેમનું પોસ્મોર્ટમ કરીને ડેડબોડી તેમના પરિવારજનોને સોંપી દીધી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top