– સુરત શહેરમાં સ્થાપિત ટ્રાફિક સિગ્નલમાં Rules ને શહેરીજનો સારી રીતે Follow કરી રહ્યા છે જે પ્રશંસનીય છે. આ ટ્રાફિક સિગ્નલથી માર્ગ દુર્ઘટનાનાં કિસ્સા ઘણા જ ઓછા થઈ ગયા છે. પરંતુ આ ટ્રાફિક સિગ્નલની ગ્રીન લાઈટ રહેવાની ફ્રીકવન્સી ઋષભ ચાર રસ્તાથી સામેની બાજુએ જતાં, ફક્ત 15 સેકન્ડ છે, પરંતુ દિવાળી બાગ, શંખેશ્વર કોમ્પલેક્ષ તથા કોઝ વેથી આવતાં વાહનો માટે પૂરતી નથી. આથી આ અંગે આમાં ગ્રીન સિગ્નલની ફ્રીકવન્સી વધારો. જેથી ટ્રાફિક સહેલાઈથી સામેની બાજુ કે રસ્તાની રાઈટમાં સરળતાથી જઈ શકે અને વાહન અકસ્માત રોકી શકાય. બીજું ગુજરાત ગેસ (ક્રિષ્ણા હોટલ ચાર રસ્તા) પાસે સિગ્નલ કાર્યરત છે અને પછી તરત જમણી તરફ વળતાં પણ સિગ્નલ છે. આ કંઈક યોગ્ય લાગતું નથી. આમાં પણ જરૂરી કરવા વિનંતી છે. અંતે ટ્રાફિક સિગ્નલનું બરાબર પાલન કરો અને દુર્ઘટના ટાળો.
રાંદેર રોડ, સુરત – દીપક બી. દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
હાસ્યાસ્પદ દારૂબંધી
ગુજરાતમાં દારૂબંધી હાસ્યાસ્પદ બની રહી છે. પોલીસતંત્ર અને નેતાઓ સતત દારૂ પાછળ ગળાડૂબ છે. રોજ કરોડોનો માલ પકડાય છે. પછી નાશ કરાય છે. સરકારને ડબલ ખોટ થાય છે. પોલીસ શક્તિનો દુર્વ્યય થાય છે. છતાં પણ દારૂનું દૂષણ કેન્સરની માફક ફેલાયું છે. સરકારે દારૂબંધીમાં હવે બિયરની છૂટ આપવાનો સમય પકડી ગયો છે. જેથી તંત્રને જંગી ટેક્ષ કમાણી થશે અને નકલી દારૂ કે હેરાફેરીનું દૂષણ દૂર થશે. દારૂબંધીથી પડોશી રાજ્યો માલામાલ થઈ ગયાં. પોલીસ નેતાઓ કૌન બનેગા કરોડપતિની હરીફાઈ કરી રહ્યા છે. પકડેલા દારૂના જથ્થાને હરાજી કરી વેચી દેવો જોઈએ. તે નાણાં કલ્યાણ યોજનાઓમાં ખર્ચવા જોઈએ. હવે દારૂબંધીની સમીક્ષા જરૂરી છે. જેથી અરાજકતા ઓછી થાય. બુટલેગર રાજ ખતમ થાય.
જગદીશ ડી. ઉપાધ્યાય- વલ્લભ વિદ્યાનગર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.