સુરત: (Surat) રવિવારે રાતથી શરૂ થયેલો વરસાદ (Rain) દિવસભર ચાલુ રહેતા સુરત જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હતાં. રવિવારે સવારે 8 થી રાતે 8 વાગ્યા સુધી સુરત જિલ્લામાં પલસાણા તાલુકામાં આભ ફાટ્યું હતું, પલસાણામાં સર્વાધિક 153 મીમી. એટલે કે 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બારડોલીમાં 139 મીમી, સુરત શહેરમાં 131મીમી, કામરેજમાં 124 મીમી, મહુવા અને ઓલપાડમાં 119 મીમી, ઉમરપાડામાં 71મીમી, માંડવીમાં 57 મીમી, માંગરોળમાં 51 મીમી વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ ચોર્યાસી તાલુકામાં 29 મીમી નોંધાયો હતો. સુરત જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ 235.5 મીમી નોંધાયો છે. રવિવારે સુરત જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં દેમાર વરસાદ પડ્યો, ઠેર ઠેર પાણી ભરાયાં હતાં.
ઉકાઈમાંથી પાણી છોડાતાં વિયરની સપાટી 5.64 મીટર
રાત્રે 8 વાગ્યે ઉકાઇ ડેમનાં રૂલ લેવલ 321.00 ફૂટ સામે 305.73 ફૂટ નોંધાઈ છે. ઉકાઇ ડેમમાં પાણીની આવક 6293.00 ક્યુસેક સામે જાવક 800.00 ક્યુસેક ચાલી રહી છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સિંગણપોર વિયર કમ કોઝવેની સપાટી 5.64 મીટર થઈ છે. જિલ્લામાં ભારે વરસાદને લીધે કાકરાપાર વિયર 160 ફૂટની સપાટીએ છલકાયો છે. મોટીચેર પાસે પાણીનું લેવલ 153.30 ફૂટ થતાં અહીં 230 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
- સુરત જિલ્લામાં રવિવારે નોંધાયેલો વરસાદ
- તાલુકા વરસાદ (ઈંચમાં)
- પલસાણા. 6.12 ઈંચ
- બારડોલી. 5.56 ઈંચ
- સુરત શહેર 5.24 ઈંચ
- કામરેજ 4.96 ઈંચ
- મહુવા 4.76 ઈંચ
- ઓલપાડ. 4.76 ઈંચ
- ઉમરપાડા. 2.84 ઈંચ
- માંડવી. 2.28 ઈંચ
- માંગરોળ. 2.04 ઈંચ
- ચોર્યાસી. 1.16 ઈંચ
- ભારે વરસાદને પગલે ડેમ અને વિયરની સ્થિતિ
- ઉકાઇ ડેમની સપાટી: 305.73 ફૂટ
- ઈન ફ્લો : 6293.00 ક્યુસેક
- આઉટ ફલો: 800.00 ક્યુસેક
- વર્તમાન સ્ટોરેજ લેવલ: 1704.95 MCM (25.33%)
- વર્તમાન ક્ષમતા: 2389.34 MCM (32.23%)
- કાકરાપાર વિયર સપાટી 160 ફૂટ
- રાતે 8 વાગ્યે પાણીનું લેવલ 160 ફૂટ
- આઉટ ફલો: 0.00 ક્યુસેક
- મોટીચેર લેવલ : 153.30 ફૂટ
- મોટીચેર ડિસચાર્જ: 232.00 ક્યુસેક
- સિંગણપોર કોઝવે : 5.64 મીટર
- ડિસચાર્જ: 0.00 ક્યુસેક