Charchapatra

સુરત સિટી બસ સેવા

સુરત શહેરી વિસ્તાર ત્યાં દૂરના ગ્રામ્ય વિસ્તાર સુધી, ફરતી  Blue Bus તેમજ Electric (100%) ફરતી બસો શહેરીજનો માટે – સુંદર ટ્રાન્સપોર્ટ સેવા અને યોગ્ય દરે પ્રદાન કરી રહી છે. તે બદલ સુરત સિટી ઓફીસનાં સંચાલકોને ધન્યવાદ છે. આ સુવિધાને કારણે સામાન્યજન નજીવા દરે, આરામદાયક બસમાં મુસાફરી કરી રહ્યાં છે, જે સુરતની શાન છે. સુરતની વસ્તી અને વિકસિત વિસ્તારોને ધ્યાનમાં રાખી, નીચે મુજબમાં સુરત સિટી બસના રૂટ માટે વિનંતિ છે. સ્ટેશનથી મુખ્ય જીલાણી બ્રીજ (ધનમોરા કોમ્પલેક્ષ) થી ઋષભ ટાવરથી સામેની બીજી અભી, શંખેશ્વર કોમ્પ્લેક્ષ. રાયન સ્કૂલથી ડાબી બાજુએથી, સ્ટેટ બેંક થઈ જમણી બાજુ, રામનગર થઈ સુભાષ બ્રીજ સુધી – રુટ કહી શકાય. જેથી આ દિવસમાં વસતાં નાગરિકોને સિટી બસ સુવિધા – ઘર આંગણેથી મળી શકે, જે વરિષ્ઠ નાગરિક માટે પણ આશીર્વાદરૂપ રહેશે.
રાંદેર રોડ. સુરત- દિપક બી. દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કોટ વિસ્તારની શાળાઓની આર્થિક સ્થિતિ નબળી કેમ?
સુરત શહેરમાં કોટ વિસ્તારમાં આવેલી જૂની-પ્રચલિત સ્કૂલોની નબળી આર્થિક પરિસ્થિતિ માટે વિદ્યાર્થીઓના વાલીઓની અયોગ્ય માનસિકતા  જવાબદાર છે. કારણ કે એવું લાગે છે કે ઈંગ્લીશ સ્કૂલોમાં તેમનાં સંતાનોને જણાવવાથી તેઓ વધુ હોશિયાર બનશે તેમજ મોટી ઈંગ્લીશ સ્કૂલોમાં ભણાવવું એ સામાજિક સ્ટેટસ સિમ્બોલ બની રહે છે.  એક સમય હતો કે જ્યારે આ જ કોટ વિસ્તારની પ્રચલિત શાળાઓમાં પ્રવેશ મેળવવો એક સપના સમાન હતું. આજે આ ખાનગી શાળાઓનો ટ્રસ્ટીઓ અને સંચાલકોએ શિક્ષકોના પગાર, લાઈટ બીલ અને એના શાળામાં પરચુરણ ખર્ચાઓ માટે સ્કૂલનું પ્લેગ્રાઉન્ડ અને હોલોને મેરજ ફંકશન અને એક્ઝીબીશન માટે ભાડે આપવા પડે છે. આજે પણ આ શાળામાં શિક્ષકો એટલા જ શિક્ષિત અને વિદ્વાન છે. આજે હું મારી શાળા પાસેથી પસાર થતાં મને મારી શાળાની જોયેલી પ્રતિષ્ઠા યાદ આવી જેથી હું આ મારું આર્ટીકલ લખું છું.
સુરત     – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top