SURAT

અઠવાગેટ પાસે બ્લુ બસના દરવાજામાં મહિલાનો હાથ ફસાતા ચાલક આખી બસ લઈને સિવિલ પહોંચ્યો

સુરત: (Surat) અઠવાગેટ પાસે બ્લુ બસમાં ચડતી વખતે એક મહિલાનો હાથ બસના (Bus) દરવાજામાં ફસાઈ ગયો હતો. જેથી મહિલાને હાથમાં ઈજા પહોંચી હતી. બ્લુ બસનો ચાલક મુસાફરોથી (Passenger) ભરેલી બસ સાથે મહિલાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો.

  • અઠવાગેટ પાસે બ્લુ બસના દરવાજામાં મહિલાનો હાથ ફસાતા ચાલક આખી બસ લઈને સિવિલ પહોંચ્યો
  • 40 વર્ષના સરોજબહેનના ડાબા હાથની આંગળીઓ બસના દરવાજામાં આવી ગઈ હતી

નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, ડિંડોલી વિસ્તારમાં આવેલ સી.આર પાટીલ રોડ પર લક્ષ્મીનારાયણ વિભાગ-1માં સરોજબેન ચંદનભાઈ રાઠોડ (40 વર્ષ) પરિવાર સાથે રહે છે. સરોજબેન ઘરકામ કરીને પરિવારને આર્થિકરીતે મદદરૂપ થાય છે. રવિવારે સાંજે 4 વાગ્યાના અરસામાં સરોજબેન પાર્લે પોઇન્ટ ખાતે અલગ-અલગ ઘરમાં ઘરકામ કરીને અન્ય એક મહિલા મિત્ર સાથે બ્લુ બસમાં ડિંડોલી પોતાના ઘરે પરત આવી રહ્યા હતા.

સરોજબેન અઠવાગેટ પાસે બસમાંથી ઉતરી GJ-05-BX-3522 નંબરની 204 વાળી અન્ય બ્લુ બસમાં બેઠા હતા તે દરમિયાન સરોજબેનના ડાબા હાથની આંગળીઓ બસના દરવાજામાં આવી ગઈ હતી. જેથી બસ ચાલક સહિત અન્ય મુસાફરોએ મહા મુસીબતે સરોજબેનના હાથની આંગળીઓને દરવાજામાંથી બહાર કાઢી હતી. તેમજ બસ ચાલક મુસાફરોથી ભરેલી બસ સાથે સરોજબેનને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મૂકવા માટે આવ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં સરોજબેનનેને હાથમાં સારવાર આપવામાં આવી હતી.

Most Popular

To Top