સુરત: સુરતમાં (Surat) સીટી બસના અકસ્માતની ઘટના વારંવાર સર્જાતી રહે છે. ત્યારે આજે સવારે સુરત સ્ટેશન રોડ દિલ્હી ગેટ પાસે સીટી બસ એક હોટલમાં જઈ ઘૂસી ગઈ હતી. સીટી બસ (City Bus) ચાલકને ચાલુ બસે ખેંચ આવી જતા બસના સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા અકસ્માત (Accident) સર્જાયો હતો. બસ કારને ટક્કર મારી સીધી હોટલમાં ઘૂસી ગઈ હતી. બસ હોટલ (Hotel) સ્ટે ઈનમાં (stay Inn) જઈ અથડાઈ ગઈ હતી. બસમાં સવાર મુસાફરો ઘાયલ થતા તાત્કાલિક 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
- સુરત સીટી બસએ સર્જ્યો અકસ્માત
- ડ્રાઈવરને ખેંચ આવી જતા બસ હોટલ માં ઘુસી
- બેભાન હાલતમાં ડ્રાઈવરને હોસ્પિટલમાં ખસેડાયો
- પસેન્જરો થયાં ઘાયલ
- 108 મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
- સ્ટેયરિંગ પર થી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
- પોલીસ ઘટનાં સ્થળે
અકસ્માતનો ધડાકાભેર અવાજ આવતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. બસ ડ્રાઈવરને ચાલુ બસે ખેંચ આલી જતા અને બેભાન થઈ જતા બસ બેકાબૂ બની હોટલની દિવાલમાં જઈ ઘૂસી ગઈ હતી. બસે કારના ભાગે ટક્કર મારી અન્ય બે બાઈકને પણ ટક્કર મારી હોટલ સાથે અથડાઈ હતી. અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસ સાથે ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંતી હતી. બસમાં કેટલા મુસાફરો સવાર હતા તે હાલ સામે આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર બસ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીથી સ્ટેશન તરફના રોડ ઉપર હતી. સ્ટેશન વિસ્તારમાં દિલ્હી ગેટ ઉપર પહોંચતા આ ઘટના બની હતી. માહિતી અનુસાર ડ્રાઇવર બેભાન થઈ ગયો હોવાને કારણે આ ઘટના બની હતી. પાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક હોવાથી બસ હવે પણ ખૂબ જ ઓછી હતી.
સમાચાર અપડેટ થઈ રહ્યા છે..