SURAT

શહેરમાં બીજા દિવસે 60 વૃક્ષો ઘરાશાયી, પાંચ વાહન દબાયા, બેને ઇજા

સુરત: (Surat) આજે વહેલી સવારથી જ જોરદાર વરસાદ (Rain) પડવાની શરૂઆત થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સર્જાયા હતાં ,તો બીજી તરફ શહેરના દરેક ઝોન વિસ્તારોમાં વૃક્ષો ઘરાશાયી થયા હોવાના કુલ 60 જેટલા બનાવો બન્યા હતાં. દિનભર ઝાડ તુટી પડ્યા હોવાના કોલ ફાયર કંટ્રોલ રૂમને સતત મળતા રહ્યા હતા, તેથી અલગ-અલગ ફાયર સ્ટેશનોના જવાનો આ વૃક્ષોને હટાવી લેવાની કામગીરીમાં લાગી ગયા હતી.

શહેરના અઠવા લાઈન્સ જેવા વ્યસ્ત વિસતારમાં બપોરના સમયે જ કોર્ટ બિલ્ડીંગની સામેના પાર્કિગ એરીયામાં એક ઘટાદાર વૃક્ષ ઘરાશાયી થતાં પાર્ક કરેલી બે કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો આ ઘટનામાં બે વ્યકિતઓને ઈજા પહોચી હોવાનુ જાણવા મળ્યુ હતું. પાંડેસરા પ્રમુખપાર્ક પાસે ઝાડ તુટી પડતા બજાજ ટેમ્પો દબાયો હતો જેમાં કોઇ ઇજા કે જાનહાની થઇ નથી પરંતુ ટેમ્પો ને ભારે નુકશાન થયુ હતુ તેમજ એક તરફ નો રસ્તો બંધ ગયો હતો. ફાયરની ટીમે ઝાડ કાપી રસ્તો ચાલું કરવા કવાયત હાથ ધરી હતી.

હજુ તો વરસાદની શરુઆત થઇ છે, ત્યારે છેલ્લા ત્રણ દિવસોથી શહેરમાં સતત મુશળઘાર વરસાદ વરસી રહ્યો છે. તેજ પવન ફુકાવાની સાથે વરસેલા વરસાદ કારણે આજે સુરતના અલગ-અલગ ઝોનમાં વૃક્ષ પડવાની ઘટનાઓ સામે આવી હતી. રવીવાર રાતથી સોવમાર સાંજ સુઘી શહેરના અઠવા, રાંદેર, લીંબાયત, ઉઘના, વરાછા એ-વરાછા-બી ઝોન કતારગામ અને લીબાયત ઝોનમાં કુલ 60 વૃક્ષો પડી ગયાં હતાં. ફાયર વિભાગની ટીમે અલગ-અલગ વિસ્તારોમાં જઈને રસ્તા ઉપરથી વૃક્ષો કટીંગ કરી તેને હટાવી લેવાને કામમા વયસ્ત રહ્યા હતા. બીજી તરફ શહેરમાં વરસાદને લઈને કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા. આજે બપોરના સમયે અઠવા લાઈન્સ વિસતારની કોર્ટ બિલ્ડીંગની સામે એક ઘટાદાર વૃક્ષ ઘરાશાયી થઈ ગયુ હતુ. આ ઘટનામાં આ વિસ્તાર લોકોની અવર-જવરથી વ્યસ્ત રહેતો હોવાથી ટ્રાફીક જામ થઈ જતાં વહાન ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી હતી.

ઘટનામાં એક મારૂતી સ્વીફટ કાર નં-(જીજે-05-જેએફ-7918) અને (જીજે-01-આર.સી.6610) તેની નીચે દબાઈ ગઈ જતાં તેનો ખુરદો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મજુરા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોચીને ગણતરીની મિનીટોમાં જ ઝાડને કટીંગ કરી દબાયેલી કારને તેની નીચેથી હટાવી લીઘી હતી.આ ઘટનામાં બે વ્યક્તિઓ ઘવાયા હોવાનુ ફાયરના સુત્રોએ જણાંવ્યુ હતુ. તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આવી જ બીજી એક ઘટના ઉમરાગામ સ્થિત ઉમરીગર શાળાની સામે પાર્કિગ વિસ્તારમાં બની હતી.અહીં પણ ઝાડપડવાને કારણે એક કાર અને એક મોટરસાયકલ દબાઈ જતાં ફાયરની ટીમ તેને હટાવી લેવાની કામગીરીમાં જોતરાઈ હતી.જોકે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હોવાનુ ફાયરના સુત્રોઅ ઉમેર્યુ હતું.

અલગ-અલગ ઝોનમાં આ વિસતારોમાં ઝાડ પડી ગયાં
આજે દિવસ દરમિયાન શહેરના પૂણાંગામ ખાતે સાગર સોસાયચટી, ગોડાદરા વિસ્તારમાં મહારાણાં પ્રતાપ સર્કલ, અડાજણ ગંગેશ્વર માપાદેવ મંદીર પાસે, રાંદેર રામલગર, ઉગત ગાર્ડન,ક્રષ્ના પાર્ક સોસાયટી, અડાજણ બદ્રીનારાયણ મંદીર, આજ વિસ્તારમાં સફારી કોમ્પલેક્સ નજીક, ઉઘના હરીનગર વિભાગ-1, ભેસતાન રાઘેશ્યામ નગર, લીંબાયત નિલગીગરી સર્કલ અને અઠવા લાઈન્સ વિસતારમાં કોર્ટ બિલ્ડીંગની સામે ઝાડ પડી ગયા હોવાની ઘટનાઓ બની હોવાનુ ફાયરના સુત્રોએ જણાંવ્યુ હતું.

Most Popular

To Top