SURAT

‘સુરતમાં ક્રાઈમ રેટ ઘટ્યો’, આવું શહેરના પોલીસ કમિશનરનું કહેવું છે! તમે શું કહો છો?

સુરત: (Surat) શહેરમાં ફેબ્રુઆરી (February) મહિનામાં ઉપરાછાપરી હત્યાની (Murder) એક પછી એક 12 ઘટનાઓ સામે આવી હતી. જેને કારણે ક્રાઈમ રેટ (Crime Rate) ઘણો વધી ગયો હોવાની વાતો સોશિયલ મિડીયામાં (Social Media) વહેતી થઈ હતી. પરંતુ હકીકત વર્ણવતા આંકડા પોલીસ કમિશનર (Police Commissioner) દ્વારા આપવામાં આવતા છેલ્લા પાંચ વર્ષમાં ઓક્ટોબરથી જાન્યુઆરી મહિનાના આંકડા (Data) જોતા ક્રાઈમ રેટ સૌથી ઓછો ચાલુ વર્ષે નોંધાયો છે.

સુરત ગુજરાતની આર્થિક રાજધાની હોવાથી શહેરમાં રોજગારી માટે દેશભરમાંથી આવીને લોકો વસે છે. શહેરનો વિસ્તાર વધવાની સાથે વસ્તી પણ વધી રહી છે. જેની સામે પોલીસનું મહેકમ આજે પણ દાયકાઓ જુનું છે. છેલ્લા ઘણા સમયથી શહેરમાં ક્રાઈમ રેટ આસમાને પહોંચી ગયો હોવાની વાતો સોશિયલ મિડીયામાં વહેતી થઈ છે. છેલ્લા બે વર્ષથી લોકડાઉન અને કોરાનાને લીધે ક્રાઈમ રેટ આંખે ઉડીને દેખાયો નહોતો. પરંતુ છેલ્લા થોડા મહિનાઓથી ગુનાખોરીને લઈને થઈ રહેલી ચર્ચાઓને ધ્યાને લઈ પોલીસ કમિશનરે તેમના કાર્યકાળમાં સૌથી ઝડપી અને મહત્તમ ડિટેક્શનની કામગીરી થઈ હોવાનું જણાવ્યું છે.

આ હત્યાઓ પાછળ ઓર્ગેનાઈઝ ક્રાઈમ કે ગેંગ નથી: પોલીસ કમિશનર
અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, શહેરમાં ફેબ્રુઆરી મહિનામાં 11 હત્યાઓ થઈ છે. આ વાત સ્વીકૃત છે પણ આ તમામ હત્યાઓ વ્યક્તિગત કારણથી થઈ છે. જેમાં ઘણા બનાવોમાં તો સામાન્ય બોલાચાલી બાદ થયેલા હૂમલામાં મોત થયું છે. આ કોઈ પણ ઘટના પાછળ ઓર્ગેનાઈઝ ક્રાઈમ કે પછી ગેંગ નથી. અને છેલ્લા પાંચ વર્ષમાં ચાર મહિનાનું અને જાન્યુઆરી મહિનાની સરખામણીએ ક્રાઈમ રેટ ઘટ્યો છે અને ડિટેક્શનની કામગીરી પણ સૌથી સારી જોઈ શકાય છે. પોલીસ સતત લોકોની સેવામાં રહીને સારામાં સારી કામગીરી કરતી રહેશે.

છેલ્લા 6 વર્ષમાં માત્ર જાન્યુઆરી 2022માં નોંધાયેલા ગુનાની વિગત
વર્ષ ગુનાની સંખ્યા ડિટેક્શન ટકાવારી

  • 2017 466 276 59
  • 2018 716 428 60
  • 2019 561 329 59
  • 2020 510 (પ્રીકોવિડ) 355 70
  • 2021 445 (કોવિડ) 360 81
  • 2022 483 381 79

છેલ્લા પાંચ વર્ષમાં ઓક્ટોબરથી જાન્યુઆરીમાં નોંધાયેલા ગુના
વર્ષ ગુનાની સંખ્યા ડિટેક્શન

  • 2017-18 2087 56
  • 2018-19 2419 63
  • 2019-20 2434 60
  • 2020-21 1687 (કોવિડ) 75
  • 2021-22 1819 79

Most Popular

To Top