SURAT

2 વર્ષના બાળકને 18 મિનિટમાં 25 કિ.મી.નું અંતર કાપી સુરત સિવિલ ખસેડાયો, ટૂંકી સારવાર બાદ મોત

સુરત: મરોલી 108ની એમ્બ્યુલન્સમાં પેટના ઇન્ફેક્શન સાથે 2 વર્ષના બાળક ને 18 મિનિટમાં 25 કિલો મીટર નું અંતર કાપી સુરત સિવિલ હોસ્પિટલ લવાતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. EMT કુલદીપસિંગ એ જણાવ્યું હતું કે માસુમ બાળક લગભગ 5 દિવસથી બીમાર હતું. શેરડીમાં મજૂરી કામ કરતા માતા-પિતાને કશી પણ ખબર પડતી ન હતી. બેભાન માસુમ બાળકને તફડતા જોઈ આજુબાજુના લોકો મરોલી CHC પર લઈ આવ્યા ઓક્સિજન લેવલ ઓછું અને હાર્ટસ બિટ્સ પણ ઓછા નોંધાયા હતા. સ્થાનિક ડોક્ટરોએ તત્કાલિક 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરી સુરત સિવિલ રીફર કર્યું હતું. જોકે રસ્તામાં બાળકની તબિયત બગડતા ઈંક્યુપેટ કરી સક્શન નાખી 200-250 ML ગંદુ પ્રવાહી કાઢી બાળકને સિવિલ પહોંચાડ્યો હતો. જોકે સિવિલના PICU માં માસુમ બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

સંદીપ વસાવા (પીડિત પિતા) એ જણાવ્યું હતું કે ચાર સંતાનોમાં રોહિત ત્રીજા નંબરનો પુત્ર હતો. તેઓ નવસારી જલાલપોર ના અસૂંઘર ગામમાં રહે છે. શેરડી કાપવાની મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા આવ્યા છે. માસુમ રોહિત (ઉ.વ.2) ને આજે તબિયત બગડતા મરોલી CHC બાદ 108માં સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં હાલ એને PICU માં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે એનું શું થયું છે એની કશી ખબર નથી. બસ 3-4 દિવસથી કોઈ હલન ચલન કરતો ન હતો. જુલા જેવા હીંચકામાં મૂકી અમે બન્ને પતિ-પત્ની શેરડી કાપવા ચાલી જતા હતા.

કુલદીપસિંગ (EMT 108 મારોલી) એ જણાવ્યું હતું કે માતા-પિતા ને બાળકની બીમારી વિશે કશી જ ખબર નથી. લગભગ 2 વર્ષના માસુમની પેટમાં ઇન્ફેક્શન થયું હોય એમ કહી શકાય છે. મરોલી CHC માં બાળ નિષ્ણાત ડોક્ટરોએ ઈંક્યુપેટ કરીને તાત્કાલિક સિવિલ રીફર કર્યું હતું. રસ્તામાં બાળકની તબિયત બગડતા તેને સક્શન ની મદદથી પેટમાંથી 200-250 ML ગંદુ દુર્ગધ મારતું પ્રવાહી કાઢ્યા બાદ બાળક ને શ્વાસ લેવા માં મદદ મળી હતી. રસ્તામાં એનું ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયું હતું અને હાર્ટસ બિટ્સ પણ ઘટી ગયા હતા. જોકે સક્શન પ્રક્રિયા બાદ બાળકને થોડી મદદ મળી હતી.

વધુમાં જણાવ્યું હતું કે બાળકને ખેતરની આજુબાજુ રહેતા કેટલાક એજ્યુકેટેડ લોકો CHC પર લઈ આવ્યા હતાં એમનું કહેવું હતું કે માતા-પિતા બીમાર બાળકની તકલીફ સમજી શક્યા ન હતા. જેને કારણે બાળક વધુ બીમાર પડી ગયું હતું. લગભગ બાળકને પેટમાં ઇનફેક્શન થઈ ગયું હોય એમ લાગતું હતું. સિવિલમાં નિષ્ણાત તબીબોના અંદરમાં સારવાર લઈ રહેલા બાળકને બચાવવા બાળ નિષ્ણાત તબીબોએ ઘણી મહેનત કર્યા બાદ પણ બચાવી શક્યા ન હતા. કલાકોની સારવાર બાદ માસુમે અંતિમ શ્વાસ લીધા હતા. ડોક્ટરોએ જણાવ્યું હતું કે હાલ મૃત્યુ નુ કારણ કહેવું એ શક્ય નથી પણ સેમ્પલ લેબમાં મોકવવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ બાળકના મૃત્યુનું ચોક્કસ કારણ કહી શકાશે.

Most Popular

To Top