SURAT

ગોડાદરામાં 11 માં માળની બાલ્કનીમાંથી નીચે પડેલા 5 વર્ષના બાળકનું મોત

સુરત: (Surat) ગોડાદરા વિસ્તારમાં આવેલ બિલ્ડિંગના (Building) 11 માં માળની બાલ્કનીમાંથી નીચે પડેલા 5 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. બાળકને માથામાં ગંભીર ઇજા સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયો હતો ત્યાં ફરજ પરના ડોક્ટરે (Doctor) તેને મૃત જાહેર કર્યો હતો.

  • ગોડાદરામાં 11 માં માળની બાલ્કનીમાંથી નીચે પડેલા 5 વર્ષના બાળકનું મોત
  • બાળકના મોત બાદ માતાની પણ તબિયત લથડી

ગોડાદરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસારહાલમાં ગોડાદરામાં સુમન પ્રહાર બિલ્ડિંગના 11 માં માળે રહેતા કૈલાશ શર્મા મૂળ રાજસ્થાનના વતની છે. કૈલાશ શર્મા ટેક્સટાઈલ માર્કેટમાં નોકરી કરીને પરિવારનું ભરણ-પોષણ કરે છે. પરિવારમાં પત્ની ઉપરાંત એક દીકરી અને દીકરો વાસુ( 5 વર્ષ) હતો. બુધવારે સાંજે કૈલાશ શર્માની દીકરી સ્કુલેથી ઘરે આવી હતી. ત્યારે તેમની પત્ની દીકરીને લેવા નીચે ગઈ હતી. વાસુ બાલ્કનીમાં હતો. તે બાલ્કનીની જાળીમાંથી નીચે તેની મમ્મીને જોતો હતો ત્યારે બેલેન્સ ગુમાવતા તે નીચે પડ્યો હતો. વાસુને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયો હતો. તેને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ તેની મમ્મીની પણ તબિયાત ખરાબ થતા તેને પણ સારવાર આપવામાં આવી હતી. હાલ ગોડાદરા પોલીસ તપાસ કરી રહી છે.

Most Popular

To Top