SURAT

‘અહીં રૂપિયા માંગવા આવવું નહી, નહીં તો..’, કાપોદ્રાના યુવકનું દુબઈ જવાનું સપનું તૂટ્યું અને રૂપિયા પણ ગયા

સુરત : (Surat) ઉમરવાડા ખાતે રહેતા અને કાપોદ્રામાં રોડ પર કાપડનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ફેરિયા પાસેથી દુબઈ વર્ક પરમિટના નામે વેસુ ખાતે ઓફિસ ધરાવતી એક્સએલ ઇન્ટરનેશનલ કંપનીએ 96 હજાર પડાવી લીધા હતા. અને વર્ક પરમિટ નહીં આપી રૂપિયા પણ લઈ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ઉમરા પોલીસમાં નોંધાઈ છે.

ઉમરવાડા ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતા 39 વર્ષીય નરેશભાઇ પ્રવિણભાઇ પરમાર મુળ અમરેલી સાવરકુંડલાના વતની છે. તે કાપોદ્રા બીઆરટીએસની સામે રોડ ઉપર કપડાનો વેપાર ધંધો કરે છે. તેને ગત 20 જુલાઈ 2021 ના રોજ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર વર્ક પરમીટ વીઝા માટેની એક્સએલ ઇન્ટરનેશનલ કંપનીની જાહેરાત જોઈ હતી. જાહેરાતમાં વેસુ લક્ઝરીયા બિઝનેશ હબમાં ઓફિસ સરનામે ફોન કરીને મળવા ગયા હતા. નરેશનો મિત્ર ધર્મેશ બરવાળીયા પણ તેની સાથે ગયો હતો. ઓફિસમાં વિધી ગજેરા નામની યુવતી હાજર હતી.

ણે દુબઈના વર્ક પરમીટ અંગે માહિતી આપી હતી. દુબઈની વર્ક પરમિટ (Dubai Work Permit) માટે બે લાખનો ખર્ચ થશે તેવું જણાવી કંપનીનો ઓફર લેટર, ટ્રાન્સપોટેશનનો ખર્ચ, એર ટીકીટ તમામ સુવિધા તેમા આવી જશે તેમ કહ્યું હતું. જેથી બંનેને દુબઈ વર્ક પરમિટમાં રસ પડતા તેમણે વિધી ગજેરાને ડોક્યુમેન્ટ અને 20 હજાર રૂપિયા આપ્યા હતા. બાદમાં બીજા 76 હજાર બહુમાળી ભવન ખાતે રાજેન્દ્ર તરસરીયાને આપ્યા હતા. જ્યાં નરેશ સાથે એગ્રીમેન્ટ કરાવી સહી લીધી હતી. દુબઈના વર્ક પરમીટ વિઝા અપાવવાનું કહી નરેશ પાસેથી વિઝા આપવાના બહાને કુલ 96 હજાર રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ 60 દિવસમાં વિઝા નહીં કરાવતા નરેશે પરત રૂપિયાની માંગણી કરી હતી. રૂપિયા પરત માંગતા એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળા ગાળી કરી હતી. અને અહીં રૂપિયા માંગવા આવવું નહી, નહીં તો જોઇ લેશુ તેવી ધમકી આપી હતી.

નરેશે કંપનીના ઓથોરાઇઝ સિગ્નેટરી રાજેન્દ્રભાઇ રવજીભાઇ તરસરીયા (રહે.૯૦૪, સર્જન પેલેસ-એ, ભરીમાતા રોડ, સીંગણપોર), ધાર્મિકભાઇ સુરેશભાઇ માધવાણી (રહે.૩૮, નંદીગ્રામ સોસાયટી, લક્ષ્મી એન્કલેવ, કતારગામ) તથા કંપનીના ઓથોરાઇઝ સિગ્નેટરી હેમલભાઇ હિપેશભાઇ પાંડવ (રહે.ઘર નં ૧૧૭/૧૧૮ માધવાનંદ સોસાયટી, ધનમોરા સર્કલની બાજુમાં કતારગામ) સામે ફરિયાદ નોંધાવી હતી. ઉમરા પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top