સુરત: ચેમ્બર દ્વારા દક્ષિણ ગુજરાતના મોટા ભાગના નાના તથા મોટા સોલાર ઉદ્યમીઓ સાથે બેઠક (MEETING) કરવામાં આવી હતી અને તેમાં નવી સોલાર નીતિ-2021 થકી સોલાર પાવર વાપરનાર ઉપર ધરખમ નિભાવ ખર્ચ વધવા અંગે ચર્ચા થઈ હતી. તેને પાછો ખેંચવા ચેમ્બર દ્વારા રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલને નવી સોલાર નીતિ-2021 (SOLAR SYSTEM-2021)એ સોલાર પાવર જનરેટર માટે ખૂબ ખર્ચાળ કરી નાંખવા બદલ તેમાં બદલાવ લાવવા રજૂઆત કરવામાં આવી છે.
નવી નીતિ બનવા પહેલાં ચેમ્બર દ્વારા ટેક્સટાઈલ (TEXTILE) એકમો પોતાનો વીજળી ખર્ચ ઘટાડી શકે અને તે થકી વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બને તેના આધારે નવી સોલાર પોલિસીમાં જોગવાઈ કરવા રજૂઆત કરી હતી. સરકાર દ્વારા સેન્કસન લોડની લિમિટ તથા ગ્રુપ કેપ્ટિવની પરવાનગી જેવા મુદ્દાઓ નવી નીતિમાં સામેલ કરેલ છે. પરંતુ તેની સાથે જ ક્રોસ સબસીડી સરચાર્જ અને એનર્જી બેન્કિંગ ચાર્જીસ (BANKING CHARGES) જેવા નવા ચાર્જીસ ઉમેરી નિભાવ ખર્ચમાં વધારો થાય તેવી જોગવાઈ કરવામાં આવી છે.
નવી નીતિ લાગુ કરવાથી સરકાર દ્વારા જે નવા લાભો આપવામાં આવ્યા છે તેનો ઉપયોગ મોટા ભાગના ઉદ્યોગકારો અને રોકાણકારો કરી શકે નહીં એવી ઘણી જોગવાઈ છે તેથી ખર્ચ વધારનારી જોગવાઈઓને પાછી ખેંચવા ઊર્જા મંત્રીને રજૂઆત કરી છે. ચેમ્બર દ્વારા યુનિટ એનાલિસીસ (UNITE ANALYSIS) ના કોષ્ટક મુજબ રાજ્ય સરકારને મોકલવામાં આવી છે. ઉપરાંત નવી નીતિ થકી નાના અને મધ્યમ ઉદ્યોગકારો પોતાનો વીજળીનો ખર્ચ સોલાર પાવરના ઉપયોગ થકી ઘટાડી શકે એ માટે જૂની પોલિસી કરતાં પણ નવી પોલિસીમાં નિભાવ ખર્ચ ઘટે એ માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં આવેલાં ટેક્સટાઈલ એકમો કે જેમાં કુલ ઉત્પાદન ખર્ચનો લગભગ ૫૦% જેટલો ખર્ચ વીજળીનો ખર્ચ હોવાના કારણે આ એકમો કેપ્ટિવ કે થર્ડપાર્ટી થકી સોલાર પાવર ખરીદી ઘટાડી શકે તો વિશ્વ કક્ષાએ સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી આગવું સ્થાન પ્રાપ્ત કરવાની સંભાવના છે.
જૂની અને નવી નીતિમાં વિવિધ જોગવાઈઓની તફાવતના કારણે સોલારના નવા ઉદ્યમીને નીચે મુજબનો ખર્ચ વધારવામાં આવ્યો છે.
11KV to 11KV કેપ્ટિવ યુઝર MSME ઉદ્યોગના નિભાવ ખર્ચમાં ૫૩૩%નો વધારો.
11KV to 11KV કેપ્ટિવ યુઝર Non MSME ઉદ્યોગના નિભાવ ખર્ચમાં ૬૪૦%નો વધારો.
66KV to 11KV થર્ડ પાર્ટી MSME ઉદ્યોગના નિભાવ ખર્ચમાં ૧૯૬%નો ધરખમ વધારો.
66KV to 11KV Non MSME ઉદ્યોગના નિભાવ ખર્ચમાં ૨૧૦%નો ધરખમ વધારો.