સુરત: (Surat) સમયાંતરે આકાશમાં બનતી ખગોળીય ઘટના જોવા મળે છે. ત્યારે આગામી રવિવારે (Sunday) સૂર્યાસ્ત બાદ આકાશમાં ચંદ્ર, ગુરૂ, શુક્ર, શનિ, યુરેનશ ગ્રહોનો (Planets) મેળાવડો જોવા મળવાનો છે. સુરતના લોકોને અવકાશી ઘટના (Celestial phenomenon) નિહાળવા જાથાએ અપીલ કરી છે. સુરતમાં નરી આંખે શુક્ર રાત્રિના 8:23 સુધી, ગુરૂ રાત્રિ 10:49 સુધી, શનિ રાત્રિના 09:31 સુધી દેખાશે. ટેલીસ્કોપથી યુરેનસ, નેપચ્યુન, પ્લુટો આહલાદક દેખાશે સાથે નૈઋત્ય દિશામાં પાંચ ગ્રહો, બે મોટા એસ્ટોરોઈડ જોવા મળશે.
જાથાના રાજ્ય ચેરમેન જયંત પંડયાએ જણાવ્યું હતું કે, રવિવારે સૂર્યાસ્ત પછી તુરંત આકાશમાં મંગળ ગ્રહ સિવાયના ગ્રહોનો મેળાવડો અલૌકિક જોવા મળવાનો છે. અમુક ગ્રહો ટેલીસ્કોપ, વિજ્ઞાન ઉપકરણથી અદ્દભુત જોઈ શકાશે. સુરતમાં સૂર્યાસ્ત પછી ગ્રહોનો અસ્ત શુક્ર ગ્રહ રાત્રિના 08:23 મિનિટ સુધી, ગુરૂ ગ્રહ રાત્રિ 10:49 મિનિટ સુધી, શનિ ગ્રહ રાત્રિના 09:31 સુધી, યુરેનસ મધ્ય આકાશમાં રાત્રિના 09:45 સુધી, નેપચ્યુન સવારે 06:40 થી અસ્ત રાત્રિના 12:35 સુધી, પ્લુટો રાત્રિના 08:25 મિનિટ સુધી જોવા મળશે.
રવિવાર નરી આંખે શુક્ર, ગુરૂ, શનિ, ચંદ્ર જ્યારે ટેલીસ્કોપથી યુરેનસ, નેપચ્યુન, પ્લુટો, એસ્ટોરોઈડ ડ્રોપ, પ્લેનેટ, વેસ્ટા, સેવન ઈરીફ, ટવેન્ટી મેસાલીયા, શ્રી જુનો, ફોરટીન ઈરીમી અન્ય એસ્ટોરોઈડનો અદભૂત નજારો જોવા મળશે. વિશેષમાં પંડયા જણાવ્યું હતું કે ગુરૂ ગ્રહને ૩૯ આસપાસ ઉપગ્રહો છે. બધા ગ્રહોમાં ગુરૂ વિરાટ છે. લાખો વર્ષ પછી ગુરૂ ગ્રહ તારાનું રૂપ ધારણ કરશે તેવો વૈજ્ઞાનિકોનો મત છે. શુક્ર અને પૃથ્વી ગ્રહના કદમાં નજીવો તફાવત છે. આકાશમાં ધોળે દિવસે પણ શુક્ર તેની તેજસ્વીતાના કારણે દેખાય છે. શનિગ્રહને ૩૦ ઉપગ્રહો છે. સૂર્યમાળામાં શનિ આકર્ષક ગ્રહ છે. શનિને સૂર્યની પ્રદક્ષિણા કરતાં ૩૦ વર્ષ લાગે છે. શનિના વલયો જોવા આનંદનો અવસર છે.