SURAT

CCTV VIDEO: ગોદાડરામાં બજરંગ સેનાના કાર્યકર્તા સહિત બે પર જાહેરમાં હુમલો કરાયો

સુરત: ગોદાડરા (Godadara) વિસ્તારમાં બજરંગ સેનાના (Bajarang Sena) કાર્યકર્તાઓ પર હુમલો થયાનો કિસ્સો સામે આવ્યો છે. વિનાયક હાઇટ્સ નજીક જયેશ મેડિકલ સ્ટોર પાસે બજરંગ સેનાના કાર્યકર્તા ઉપર જાહેરમાં હુમલો કરાયો હોવાના CCTV સામે આવતા કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો છે. આ હુમલામાં પીડિત પ્રકાશ પાંડે એ જણાવ્યું હતું કે મિત્ર સાથેની અદાવતમાં તેમને ટાર્ગેટ કરાઈ રહ્યા છે. પહેલી સપ્ટેબરની રાત્રે 15-20 જેટલા હુમલાખોરોએ ઘાતક હથિયારો સાથે હુમલો કરી ઇજા પહોંચાડી છે. જીવ બચાવીને ભાગ્યો હોવાથી આજે જીવતો છું. બચાવવા આવેલા મારા મિત્રને પણ માર મરાયો છે. જો કે પોલીસ (Police) તપાસમાં હુમલાખોર લીંબાયતના હોવાનું સામે આવ્યું છે.

આ હુમલામાં ઇજાગ્રસ્ત પ્રકાશ નરેન્દ્રભાઇ પાંડેએ જણાવ્યું હતું કે તેઓ 29 વર્ષના છે અને 119 રાધિકા સોસાયટી પટેલ નગર પાસે,ગોડાદરામાં રહે છે. મૂળ યુપીના રહેવાસી પ્રકાશભાઈ ઘર નજીક રોયલ નામનો પાનનો ગલ્લો ચાલવી પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે. પહેલી સપ્ટેમ્બરના રોજ પ્રકાશભાઈ ગલ્લો બંધ કરી ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે બે બાઇક ઉપર આવેલા કેટલાક હુમલાખોરોએ કંઇ પણ બોલ્યા વગર શર્ટનો કોલર પકડી ઢીક મુકીને માર માર્યો હતો. જેમાં માથા, કમર, ડાબા પગના ભાગે ગંભીર ઇજા થતાં તેઓ જીવ બચાવી બાજુમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં ભાગી ગયા હતા. જોકે હુમલાખોરોના હાથમાં મિત્ર સુમિત ધોઘાવલાગી જતા એને પણ ગંભીર રીતે જાહેરમાં ફટકારાયો હતો. ત્યારબાદ બન્નેને જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલાખોરો ભાગી ગયા હતા.

પ્રકાશભાઈ એ જણાવ્યું હતું કે હુમલાખોર સોનુ કાલિયા, રાજેશ, વિપુલ તથા તેની સાથે આવેલા અન્ય એક અજાણ્યો ઇસમ હોવાની ઓળખ થઈ હતી. ઘટના બાદ તાત્કાલિક તેઓ ઇજાગ્રસ્ત મિત્ર સાથે પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. જયાંથી તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી દેવાયા બાદ નિવેદન લઈ ફરિયાદ નોંધી ગોદાડરા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

વધુમા જણાવ્યું હતું કે હુમલાખોરો મારા મિત્ર અમિત અને વીનુને મારવા આવ્યા હતા. તેઓ નહિ મળતા અમારા પર હુમલો કરાયો હતો. આ હુમલામાં તેમનુ મારું પર્સ ક્યાંક પડી ગયુ છે જેમા તેમના જરૂરી દસ્તાવેજ છે. હુમલાખોરોએ જાનથી મારી નાખીશું તેમ ધમકી આપી છે. હાલ પોલીસે ત્રણ આરોપીઓ પકડી પાડયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાના CCTV પણ બહાર આવ્યા છે. ગોદાડરા પોલીસ તમામ આરોપીઓને પકડી અમને ન્યાય આપે એવી માગણી છે.

Most Popular

To Top