SURAT

શહેરમાં કોરોના વિસ્ફોટ: એકજ દિવસમાં નોંધાયા 324 કેસ

સુરત: (Surat) શહેરમાં કોરોનાના કેસો (Case) ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. બિલકુલ કાબુમાં આવી ગયેલા કોરોનાના કેસમાં એકદમ ઉછાળો આવતા તંત્રની દોડધામ વધી છે. થોડાક દિવસો પહેલા જ શહેરમાં પ્રતિદિન માત્ર 50 ની અંદર પોઝિટિવ દર્દી નોંધાતા હતા પરંતુ હવે એકદમથી કોરોનાનો વિસ્ફોટ થયો છે. હવે શહેરમાં પ્રતિદિન 300 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ગુરૂવારે શહેરમાં નવા 324 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા અને તે સાથે જ કુલ આંક 43,618 પર પહોંચ્યો છે. તેમજ વધુ 1 મોત સાથે કુલ મૃત્યુઆંક 855 પર પહોંચ્યો છે. શહેરમાં સૌથી વધુ દર્દીઓ અઠવા ઝોનમાં નોંધાઈ રહ્યા છે. ગુરૂવારે અઠવા ઝોનમાં વધુ 85 દર્દીઓ નોંધાયા હતા અને આ ઝોનમાં કુલ આંક 9048 પર પહોંચ્યો છે.

  • કયા ઝોનમાં કેટલા કેસ
  • ઝોન પોઝિટિવ દર્દી કુલ આંક
  • સેન્ટ્રલ 25 4224
  • વરાછાએ 20 4489
  • વરાછા-બી 24 4044
  • રાંદેર 74 6991
  • કતારગામ 28 6750
  • લિંબાયત 37 4309
  • ઉધના 31 3753
  • અઠવા 85 9048

શહેરના પોશ ગણાતા અઠવા ઝોનમાં કોરોનાનો વિસ્ફોટ થવા પાછળનુ કારણ અહીંના લોકો મોટા પ્રમાણમાં અન્ય શહેર કે રાજ્યોમાં જતાં હોવાનું પણ બહાર આવ્યુ છે. આ સાથે અઠવા ઝોનના તમામ વિસ્તારોમાં હવે દુકાનદારો તેમજ વેપારીઓનુ ફરજિયાત ટેસ્ટિંગ (CORONA TESTING) કરાશે. મનપા કમિશનરે જણાવ્યું હતું કે, ધનવંતરી રથ તમામ વિસ્તારોમાં જઇને ટેસ્ટિંગ કરશે અને નેગેટિવ રિપોર્ટ હોય તે જ લોકો દુકાન પર કે કામ પર હાજર રહી શકશે, તેમાં કોઇ બાંધછોડ ચલાવી લેવાશે નહી. મહત્વની વાત છે કે સુરતમાં ચૂંટણી સમયે રાજકીય તાયફાઓ થયા બાદ હવે કોરોનાનું સંક્રમણ ફરીવાર બેકાબુ બની ગયું છે, ત્યારે એક તરફ શહેરમાં મેયર પોતે રસ્તા પર આવીને લોકોને કોરોનનો નવીન પાઠ ભણાવી રહ્યા છે, અને બીજી તરફ શહેરમાં સંક્રમણ વધતા મનપા તંત્ર દ્વારા પણ લાલ આંખ કરવામાં આવી છે. 

આઠ મહાનગરપાલિકા વિસ્તારની શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ-હોમલર્નીંગ અપાશે

રાજ્યમાં કોરોનાની સ્થિતિ ધ્યાનમાં રાખી તકેદારીના પગલાં રૂપે આઠ મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં તા.૧૯મી માર્ચ-ર૦ર૧-શુક્રવારથી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ કરવામાં આવશે. આ આઠ મહાનગરપાલિકા વિસ્તારની શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ-હોમલર્નીંગ અપાશે, તેમજ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પ્રથમ પરીક્ષા ઓનલાઇન લેવામાં અવાશે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ કે, આ આઠ મહાનગરોમાં ઓફલાઇન શિક્ષણ તા.૧૦ એપ્રિલ-ર૦ર૧ સુધી બંધ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાઓમાં હાલના સમયપત્રક મુજબ ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top