SURAT

સુરત: ડિંડોલીના મહાદેવ નગરમાં ગાંજાના વેચાણ પર જનતા રેડ, ગાંજાનો જથ્થો મળી આવ્યો

સુરત: (Surat) સુરતના ડીંડોલી વિસ્તારના મહાદેવ નગરમાં નશાના કારોબારીઓના અડ્ડા ઉપર લોકો ભેગા થઈ જનતા રેડ કરી ગાંજાનું (Cannabis) વેચાણ કરનારાઓ સામે માથું ઉપાડવા મજબુર બન્યા છે. પોલીસને (Police) વારંવાર ફરિયાદ કરવા છતાં ગાજાનું વેચાણ બંધ ન થતા રોષે ભરાયેલા લોકોએ જનતા રેડ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસની રહેમ નજર હેઠળ આવા અડ્ડા ચાલતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે.

સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે ડીંડોલી પોલીસને વારંવાર રજુઆત કરી હોવા છતાં કોઈ પરિણામ ન મળતા આખરે પોલીસની રાહ જોયા વગર લોકો ગાંજાના વેચાણ કરતા અડ્ડા પર ઘુસી તોડફોડ કરવા મજબુર બન્યા હતા. રેડ કરતા મોટા પ્રમાણમાં ગાંજો પણ મળી આવ્યો હતો. ડીંડોલી પોલીસની નિષ્ક્રિયતાને કારણે જનતા રેડ કરી કાયદો હાથમાં લેવા મજબુર બન્યા છે. પોલીસને વારંવાર ફરિયાદ કરવા છતાં ગાજાનું વેચાણ બંધ ન થતા રોષે ભરાયેલા લોકોએ જનતા રેડ કરી હોવાનું સામે આવ્યું છે.

વધુમાં લોકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂના અડ્ડા પણ ધમધમી રહ્યા છે. યુવા પેઢી દારૂના નશા બાદ હવે ગાંજા જેવા નશીલા પદાર્થની બંધારણી બની રહી છે. પરિવારની આખી કમાણી આવા નશામાં ઉડાવી રહ્યા છે. શરીર ખોખલું બનાવી રહ્યા છે. હવે લોકો પોતાના બાળકોને આવા નશીલા પદાર્થમાંથી મુક્ત કરવા કાયદો હાથમાં લેવાનું શીખી ગયા છે. પોલીસ ધ્યાન નહિં આપશે તો એક દિવસ આખા સુરતમાં લોકો ગાંજા, ચરસ જેવા વેચાણ કરતા કારોબારીઓના અડ્ડા પર રેડ કરી રોડ પર ઉતરી પડશે એ વાત ને નકારી શકાય નહીં.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દારૂ હોય કે ગાંજો આવા સ્લમ વિસ્તારમાં સરળતાથી વેચાણ થાય છે. ગૃહરરાજ્ય મંત્રી અને પ્રદેશ પ્રમુખના શહેરમાં યુવા પેઢી નશામાં ધકેલાય રહી છે. એક નાનકડી ઝૂંપડીમાં આવા અડ્ડા ચાલી રહ્યા છે. રોડ પર દબાણ કરી ખાણીપીણીની વસ્તુઓ વેચતા લોકો પોલીસ અને પાલિકાની નજરમાં સીધા આવી જાય છે. મહેનત કરી રોટલો રડતા લોકોને હેરાન કરાય છે. પરંતુ આવા ઝૂંપડામાં નશાનું વેચાણ કરતા બદમાશો સામે કોઈ કાર્યવાહી કરાતી નથી. વારંવારની ફરિયાદ કરવા છતાં આંખ આડા કાન કરાઈ રહ્યા છે એટલે હવે છેલ્લો ઉપાય જનતા રેડ જ રહ્યો છે.

Most Popular

To Top