SURAT

સુરતના ઉદ્યોગપતિ ચુની ગજેરાને જાનથી મારી નાખવાની ધમકી, આ છે કારણ

સુરત(Surat): શહેરમાં જાણીતા ઉદ્યોગપતિ(Businessman) ચુની ગજેરા(Chuni Gajera)ને જાનથી મારી નાખવાની ધમકી(Threat) આપવામાં આવી છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાત એમ છે કે, કતારગામ ઝોન ઓફિસની બાજુમાં ચુની ગજેરાની કરોડો રૂપિયાની જમીન આવેલી છે. છેલ્લા 22 વર્ષથી આ જમીનનો કબજો તેમની પાસે છે. લાંબા સમયથી જમીન કબજો મેળવવા માટે માથાભારે ઇસમ ચુની ગજેરાને ધમકાવી રહ્યો છે. ગતરોજ પણ એક કાર અને એક બાઈક પર કેટલાક ઈસમો આ જગ્યામાં ઘુસી ગયા હતા અને ત્યાં ઝુંપડા બનાવી રહેતા લોકોને એલફેલ ગાળો આપી જમીન ખાલી કરવા ધમકી આપી હતી. આ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડને જગ્યા છોડી દેવાનું અને ચુની ગજેરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

  • કરોડોની જમીન ખાલી કરાવવા અસામાજિક તત્વોએ આપી ધમકી
  • કતારગામ વિસ્તારમાં આવેલી છે જમીન
  • જમીન પર ઝુપડું બાંધીને રહેતા લોકોને પણ ગાળો ભાંડી

શહેરમાં જાણીતા ઉદ્યોગપતિ ચુની ગજેરાની કતારગામ વિસ્તારમાં ગજેરા ફાર્મની બાજુમાં રામજીપાર્ક રો હાઉસની બાજુમાં કરોડો રૂપિયાની જગ્યા આવેલી છે. તેઓએ વર્ષ 2008માં આ જગ્યા ખરીદી કરી હતી અને જગ્યાનો દસ્તાવેજ પણ બનાવી કબજો પણ મેળવી લીધો હતો. જોકે ત્યારબાદ લાંબા સમયથી કેટલાક ગરીબ પરિવારો આ જમીન પર ઝુંપડા બાંધી વસવાટ કરે છે. થોડા દિવસ પહેલા એક (જીજે ૧ ૬ . સીએ સ. ૧૭૮૨) નંબરની ફોર વહીલ કારમાં તથા (જીજે. ૫.એમ.૭૩૫) નંબરની બાઈક પર કેટલાક અસામાજિક તત્વો આ જગ્યામાં ગેરકાયદેસર રીતે ઘુસી આવ્યા હતા અને જગ્યામાં ઝુંપડામાં વસવાટ કરતા લોકોને એલફેલ ગાળો આપી જગ્યા ખાલી કરી દેવા જણાવ્યું હતું. જેથી બાજુમાં જ ગજેરા ફાર્મમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ૬૨ વર્ષીય ગંગાસીંગ ઉર્ફે ઠાકોરભાઇ દયાશંકર રાજપુત (રહે-ગજેરા ફાર્મ હાઉસ, ગજેરા પ્રાયમરી સ્કુલની બાજુમાં ક્લારગામ) ત્યાં ગયા હતા અને અસામાજિક તત્વોને અહીંથી જતા રહેવા માટે જણાવ્યું હતું. જો કે અસામાજિક ઈસમોએ સામે કહ્યું કે મેને ભોળાભાઈ ભરવાડે મોકલ્યો છે અને તારા શેઠ ચુની ગજેરાને કહી દેજે કે આ જમીન છોડી દે નહીંતર…એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે ગંગાસિંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે ગેરકાયદેસર ગૃહપ્રવેશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top