SURAT

ચોથા માળેથી પડેલો 10 ફૂટ લાંબો સળીયો યુવકના હેલ્મેટને ફાડી ગરદનમાં ઘૂસી ગયો, સુરતની ઘટના

સુરત: (Surat) જહાંગીરપુરા વિસ્તારમાં નવી બંધાતી બિલ્ડિંગ (Building) નીચે કામ કરતા મજુર પર ચોથા માળેથી સળીયો પડ્યો હતો. તે સળીયો (Rod) મજુરના માથાના પાછળના ભાગે સીધો પડ્યો હતો. તે હેલમેટ (Helmet) તોડીને ગરદનમાં (Neck) ઘુસીને શરીરમાં દોઢ ફૂટ જેટલો ઘુસી ગયો હતો. મજુરને પહેલા સિવિલ હોસ્પિટલ અને પછી ખાનગી હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યો હતો.

જહાંગીરપુરામાં પ્રધાનમંત્રી આવાસ બની રહ્યું છે. ત્યાંજ પડાવ નાખીને મજુરો કામ કરે છે. ત્યાંજ રહેતો અને કામ કરતો રફિક અહેનુલહક આલમ (26 વર્ષ) બપોરે ત્રણેક વાગે બિલ્ડિંગ નીચે કામ કરતો હતો. તે સમયે ચોથા માળેથી એક સળીયો રફિકના માથામાં પડ્યો હતો. રફિકે પહેરેલું હેલમેટ તોડીને સળીયો તેના ગરદનના ભાગમાં ઘુસી ગયો હતો. શરીરની બહાર સળીયો 10 ફૂટથી લાંબો હતો. શરીરના બહારનો સળીયો જગ્યા પર જ કાપી નાખવામાં આવ્યો હતો. રફિકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ વધુ સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. તેના શરીરમાં સળીયો દોઢેક ફુટ સુધી ઘુસી ગયો હતો.

લિંબાયતના બે મિત્રોની બાઇક સચીન વિસ્તારમાં સ્લીપ થતા બંનેના મોત
સુરત: લિંબાયતમાંથી બે મિત્રો કામ માટે નિકળ્યા બાદ સચીન નવસારી હાઈવે પર બાઇક સ્લીપ થતા બંનેને ગંભીર ઇજા થઈ હતી. બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલ અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લિંબાયત મદીના મસ્જિદ પાસે પદ્માવતી સોસાયટીમાં રહેતા ૨૨ વર્ષીય સિદ્દીક અનીશ અહેમદ અને 19 વર્ષીય હાસિમ રહીશ શેખ ફેબ્રીકેશનનું કામ કરતા હતા.

રવિવારે નવસારીમાં ફેબ્રીકેશનનું કામ હોવાથી બંને મિત્રો બાઇક લઈને નવસારી ગયા હતા. ત્યાંથી બંને મિત્રો પરત બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સચીન-નવસારી હાઇવે પર માણેકપોરપાસે તેમની બાઈક સ્લીપ થઇ હતી. જેમાં બંને મિત્રોને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા પહેલા નવસારી પછી બાદ વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સાંજના સમયગાળા દરમિયાન સીદીકનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે આજ રોજ સવારે હાસિમનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.

Most Popular

To Top