સુરતના ઉદ્યોગોને આંશિક રાહત આપતું બજેટ: કસ્ટમ ડ્યૂટી ઘટવાને કારણે ડાયમંડ ઉદ્યોગને બુસ્ટ મળશે

સુરત: (Surat) નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું જેમાં ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગ (Diamond And Textile Industris) માટે પણ કેટલીક જાહેરાતો કરાઈ છે. ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી સુરત માટે આ બજેટ (Budget) આંશિક રાહત આપનારું છે. સુરતમાં ટેક્સટાઈલ સેક્ટર માટે વિવિધ સ્કીમ આમતો બજેટ પહેલાં જ જાહેર કરી દેવાઈ છે. પરંતુ ટેક્સટાઈલ કેમિકલ ઇમ્પોર્ટ પર 2 ટકા ડ્યુટી ઘટાડાઈ છે જે રાહત આપનારી વાત છે. બીજી તરફ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની ડ્યૂટી પર 7 ટકાની જગ્યાની 5 ટકા કરવામાં આવી છે. આ ઉપરાંત દેશની પાંચ નદીઓને પરસ્પર જોડવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતની બે પ્રમુખ નદીઓ તાપી અને નર્મદા નદીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ તથા અનકટ ડાયમંડ પર ડ્યૂટી ઘટવાને કારણે સુરતના ડાયમંડ ઉદ્યોગને બુસ્ટ મળશે. ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગમાં સુરત અગ્રેસર છે જ પરંતુ આ બજેટ બાદ તેનો ગ્રોથ ડબલ થઈ જશે. કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડમાં સુરતના ડાયમંડ ઉદ્યોગકારોએ કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જે માંગ કરી હતી તે માંગણીને 50 ટકા સ્વીકૃતિ મળી છે. કસ્ટમ ડ્યૂટીમાં 7 ટકાની જગ્યાએ 2.5 ટકાનો ઘટાડો માંગ્યો હતો. જોકે તેની જગ્યાએ 5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. રફ સ્ટોન, હાફ કટ પોલિશ્ડ ડાયમંડના ઇમ્પોર્ટમાં જે ડ્યૂટી ઘટાડી તેનાથી સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે.

ડિફેન્સ સેક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે પહેલા સરકાર જાતે જ કરતી હવે તે માટે પ્રાઈવેટ ઇન્ડસ્ટ્રી, પ્રાઈવેટ સ્ટાર્ટઅપને છૂટ આપવામાં આવી છે. જેથી સુરતને ફાયદો થશે. ડિફેન્સમાં ટેક્નીકલ ટેક્સટાઈલનો ઉપયોગ પણ વધુ છે જેથી તે સુરતની ઈન્ડસ્ટ્રીઝ ને સીધો ફાયદો થશે. ઉપરાંત સોલર પેનલ બનાવવામાં સુરત અને સાઉથ ગુજરાત નંબર વન છે. આ સેક્ટરમાં સરકારે 19,500 કરોડની પીએલઆઈ સ્કીમની જાહેરાત કરી છે. તેનાથી સોલર ઇન્ડસ્ટ્રીઝને ખૂબ સારો સપોર્ટ મળશે. – આશિષ ગુજરાતી, પ્રમુખ, ચેમ્બર ઓફ કોર્મસ, સુરત.

ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝ માટે બજેટમાં શું છે?
આમતો બજેટ પહેલાં જ ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝ માટે 4 સ્કીમોની જાહેરાત કરી દેવામાં આવી હતી. જેમાં પીએલઆઈ સ્કીમ, મેગા ટેક્સટાઈલ પાર્ક માટે 5151 કરોડની જોગવાઈ, ટેક્નોલોજી અપગ્રેડેશન માટેની સ્કીમની જાહેરાત કરાઈ હતી. પરંતુ આજના બજેટમાં ટેક્સટાઈલ કેમિકલની આયાત પરની ડ્યૂટી 2 ટકા ઘટાડવાની જાહેરાત કરાઈ છે. સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ચીન, વિયેટનામ તેમજ અન્ય દેશમાંથી જે કેમિકલ ઇમ્પોર્ટ કરવામાં આવે છે તેની ડ્યૂટી ઘટાડવામાં આવી છે.

કોઓપરેટિવ બેંકોને પણ થશે લાભ
બજેટમાં કોઓપરેટિવ બેંકો માટે જે નિર્ણય લેવાયો છે તેનાથી સુરતની કોઓપરેટિવ બેંકોને પણ લાભ મળશે. કોઓપરેટિવ બેંકો માટે ટર્નઓવર ટેક્સ 18 ટકાની જગ્યાએ 15 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સ 12થી ઘટાડીને 7 ટકા કરવામાં આવ્યો છે. આનાથી બેંકોને રાહત રહેશે.

Most Popular

To Top