SURAT

સુરતમાં BRTS બસ રોંગ સાઈડ પર હંકારતા ડ્રાઇવરને લોકોએ બહાર ખેંચી કાઢયો: વિડીયો વાઇરલ

સુરત: સુરત (Surat) બીઆરટીએસના (BRTS) બસનો ડ્રાઇવર (Driver) બસ રોંગ સાઈડમાં (Wrong side) લઈને જતો હોવાનો વધુ એક વિડીયો (Video) વાઇરલ થતા અનેક પ્રશ્નો ઉભા થાય છે. એટલું જ નહીં પણ લોકો જીવના જોખમે બસમાં મુસાફરી કરી રહ્યા છે તે દેખાઈ રહ્યું છે.

લોકોએ ડ્રાઇવરને સબક શીખાડવા નીચે ખેંચી કાઢ્યો હતો. નીચે ઉતરતા જ ડ્રાઇવર ફૂલ પીધેલી હાલતમાં હોય એમ લાગ્યું હતું. લોકોએ મુસાફરી કરતા બાળકોને ગેટમાંથી બહાર કાઢી લીધા હતા. નાના બાળકો અને મહિલાઓ પણ ડર ના મારે બસ માંથી કૂદી પડ્યા હોવાનાઉ સ્પષ્ટ દેખાય છે.

દિનેશ કાછડીયા (પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા) એ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાનાં જે અધિકારી સીટી લિંક વિભાગ સંભાળે છે તેની પર પણ એક્શન લેવા જોઈએ, તેમની પાસેથી આ ખાતું લઈ સારા અધિકારીને સોંપવું જોઈએ જેથી કરીને આવા ડ્રાઇવર કંડક્ટરો પણ સીધા થાય અને સીટી બસમાં ટિકિટ ચોરીઓ પણ બંધ થાય એવી માગ કરી છે.

Most Popular

To Top