સુરત (Surat): પુણા ગામમાં નાના ભાઇએ (Younger Brother) માતા સાથે માથાકૂટ કરી હતી. આ બાબતે મોટા ભાઇએ નાના ભાઇને (Older Brother) ઠપકો આપતાં નાના ભાઇએ ઉશ્કેરાઇને મોટા ભાઇ ઉપર ચપ્પુ (Knifes) વડે હુમલો (Attack) કરી દીધો હતો. મોટા ભાઇને ઇજાગ્રસ્ત (Injured) હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલ (Hospital) લઇ જવાયો હતો.
- પુણા ગામના બુટભવાની મંદિર પાસે શિવરંજની એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલ પુજારા પર ભાઈએ જ હુમલો કર્યો
- માતાને ઠપકો આપનાર નાના ભાઈને સમજાવવા ગયેલા મોટા ભાઈને ચપ્પુના ઘા ઝીંકી દીધા
- હુમલો કરનાર નાનો ભાઈ હજુ ચાર દિવસ પહેલાં જ રાજકોટથી સુરત રહેવા માટે આવ્યો હતો
પ્રાપ્ત વિગતો મુજબ પુણા ગામમાં આવેલા બુટભવાની મંદિર પાસે શિવ રંજની એપાર્ટ.માં રહેતા વિશાલ મહેન્દ્ર પૂજારા તેની માતા સાથે રહે છે અને ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. વિશાલ મૂળ રાજકોટનો વતની છે, વિશાલ સુરતમાં માતા સાથે રહેતો હતો. જ્યારે તેનો નાનો ભાઇ મૌલિક રાજકોટમાં રહેતો હતો અને પાંચ દિવસ પહેલાં જ સુરત આવ્યો હતો. સોમવારે બપોરે મૌલિકે તેની માતા સાથે માથાકૂટ કરી હતી. આ બાબતે વિશાલ વચ્ચે પડ્યો હતો અને મૌલિકને માતા સાથે ઊંચા અવાજે વાત કરવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા મૌલિકે પોતાના સગા ભાઇ વિશાલ ઉપર શાકભાજી કાપવાના ચપ્પુ વડે હુમલો કર્યો હતો. વિશાલને પેટના ભાગે તેમજ છાતીના ભાગે ઉપરાછાપરી ઘા મારવામાં આવ્યા હતા અને તે ઇજાગ્રસ્ત હાલતમાં નીચે ઢળી પડ્યો હતો. ઇજાગ્રસ્ત વિશાલને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. આ બનાવ અંગે પુણા પોલીસે મૌલિકની સામે ગુનો નોંધી તેની ધરપકડ (Arrest) કરી હતી.
70 લાખની છેતરપિંડીના કેસમાં આરોપીના જામીન રદ કરી ધરપકડ કરવા કોર્ટનો હુકમ
સુરત : સલાબતપુરા પોલીસ મથકે નોંધાયેલા રૂ.70 લાખની છેતરપિંડીના ગુનામાં એક આરોપીએ કરેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરી તેની ધરપકડ કરવા પોલીસને આદેશ કર્યો છે. એક વર્ષ અગાઉ સલાબતપુરા પોલીસ મથકે આરોપી સંપતમલ તોલારામ શર્મા વિરૂધ્ધ ફરિયાદી નીરજ સત્યનારાયણ સોમાણીએ રૂ.70 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં કોર્ટમાં આરોપી અને ફરિયાદી વચ્ચે સમાધાન થયું હતું. અને રૂ.70 લાખના ચેક આપવામાં આવ્યા હતા. જોકે આ તમામ ચેક રિટર્ન થયા હતા. તેમજ આરોપી કોર્ટના ફરમાન ઉપર હાજર થયો ન હતો. દરમિયાન ફરિયાદીએ એડવોકેટ કમલેશ રાવલ મારફતે જામીન રદ કરવા અરજી કરી હતી. આ અરજી કોર્ટે મંજૂર રાખી આરોપી સંપતમલ શર્માની ધરપકડ કરવા સલાબતપુરા પોલીસને આદેશ કર્યો છે.